મારો પરિચય

કહેવા માટે તો હું  એન્જિનિરીંગ  ના છેલ્લા વર્ષ માં છુ. પરંતુ મને એવું લાગે છે કે મારા અને એન્જિનિરીંગ ના જબરદસ્તી થી  અરેન્જ્જ મેરેજ થયા છે, પણ હું તો આર્ટસ અને લેખન  ને જ પ્રેમ કરું છુ. પરંતુ હવે  શું  થાય??  ભાઈ કરેલું તો ભોગવવુંજ  પડે ને , એટલે હવે લગ્ન કર્યાજ છે તો  જેવી તેવી રીતે નિભાવું છુ. પણ આ દિવસો માં મારો પ્રેમ ખુબજ વધતો જતો હતો  એટલે  પછી  આ લેખન સાથે પાછુ લફડું થઇ ગયું.

સાથે સાથે

હમણાં તો કઈ ખબર જ નથી પડતી કે જયારે હું ફ્રિ થાવ છુ ત્યારે  મગજ માંથી લેખન ને લગતા  કંઈક ને કંઈક  નવા વિચારો આવતા રહે છે. અને મારું સપનું પણ કંઈક એવું છે કે એન્જીનીર ના વિશાળ વટ વૃક્ષ ની સાથે લેખન  માં પણ  નાનો છોડ ઉગાડું. પણ મને એવું લાગે છે કે એ સપના ના બીજ તો રોપાઈ ગયા છે પણ એમાંથી હવે ક્યારે કુંપણ ફૂટશે અને તેમાંથી એક નાના છોડ નું સર્જન થશે અને જે ફળરૂપી નવા વિચારો ક્યારે  પેદા કરશે તે મને નથી ખબર પણ એ કુંપણ ને ખીલવા માટે મારે પાણીરૂપી સાથની જરૂર છે.
એ માટે મને મારા ભગવાન તો સાથ આપશે. તમને સારું લાગે તો આપજો ,
નહીતર પ્રેમગલી  માં આવી મારી સાથે આલુપુરી ખાજો…………

6 Comments

6 thoughts on “મારો પરિચય

  1. કુંપળ તો ફૂટી ગઈ છે અને છોડ તૈયાર થાય છે, બસ એમાં રેગ્યુલર ખાતર ઉમેરીને માવજત થશે તો ફળ આવવાની ય વાર નહિ લાગે.

  2. સરસ …..
    આપની લેખન કળા ગમી……
    અને હા પ્રેમગલી માં આલું પૂરી ખાવા બોલાવો ક્યારેક….હું જયારે ત્યાં ભણતો ત્યારે ઘણી ખાધી છે

  3. તમારો યુથફુલ – પ્રણયરંગી બ્લોગ વાંચવો ગમે તેવો છે – વારંવાર મળતા રહીશું , જય ભારત

    • મિત્રતા કરી છે તો હવે મળશું જ ને જરૂર યુવરાજભાઈ અને આ તો બધા મારા લવારા છે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s