આ સાલું સબમીશન……

{ હમણાં સબમીશન ની સીઝન ચાલી રહી છે. અને આ સબમીશન ના અનુભવો વધતા જાય છે. એટલે આ લેખક ની પેન સબમીશન પર ચાલુ થઈ ગઈ. આવડ્યું એટલું લખ્યું છે સારું લાગે તો લાઈક કરજો નહીતર પ્રેમગલી માં આવી મારી સાથે આલું પૂરી ખાજો….}

ઘેંટા ની જેમ એન્જીન્યરીંગ માં લીધુ આ એડમીશન,

સેમેસ્ટર પત્યું ને પાછુ, આવ્યું આ સાલું સબમીશન.

 

થોડી વાર તો એમજ લાગે કે થઈ રહ્યું છે મગજ નું ઓપરશન,

પણ પછી ખ્યાલ આવે કે આ તો છે મગજનું દહીં કરતુ સબમીશન.

 

કેવું જશે આ સબમીશન એ વિચારી પેલા,ભાઈ ની થોડી ફાટે,

જો જાય સારું તો ક્લાસ બાર ઉભો રહે ગર્લફ્રેન્ડ ની વાટે.

 

આમ લાગે બોરિંગ,આમ લાગે ટાઈમપાસ, વળી પાછુ લાગે ગ્લોબલવોર્મિંગ, પણ જાય ખરાબ તો રીઝલ્ટ પર લાગે આ સબમીશન.

 

અધુરી ફાઈલ ને પૂરી ના કરવા, બનાવવા પડે નીતનવા બહાનાઓ,

સર, આજેજ એકસીડેન થયું એમ કહીને બંધાવવા પડે ખોટા પાટાઓ.

કરીએ લાખ કોશિશ છતાં ના થાય, એ આ સાલું સબમીશન.

 

વાઈવા તો એમ લે કે,જાણે થઈ રહ્યું છે લશ્કર નું મિશન,

કેમ કરી કવ તમને હૈયા ની વેદના કે છે આપનું આ સબમીશન.

 

 

ડ્રોઈંગ સીટુ ને g.c. મરવવા અલગ અલગ જગ્યાએ કઢાવવું પડે કોટેશન.

પછી કરવું પડે રૂપિયા નું એક્જેસ્મેન્ટ,ત્યારે ખબર પડે, છે આ સાલું સબમીશન…..

 

 

ઘાયલ એન્જીન્યર હાર્દિક વસોયા દ્વારા પ્રસ્થાપિત………..

Advertisements

2 thoughts on “આ સાલું સબમીશન……

  1. વાહ તમારું તો કંઇ લખાણ છે !! અને તમે યાર આલુપૂરી વાત કરીને સોનાની વાત કરી દીધી !! હવે એક-બે દીવસમાં જવું જ પડશે, નહીં તો આ જીવડાને શાંતિ નથી મળવાની 😛

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s