એન્જીન્યરો….૨૦૨૦માં. આપણું બેકાર ભવિષ્ય.

(૨૦૨૦ માં એક છોકરા ને છોકરી ના અરેંજ મેરેજ ના સેટીંગ વખત ની બન્ને ના પિતાજી વચ્ચે ની વાતચીત)

છોકરા ના બાપા: અમારી પાસે બધું છે.નામ,શોહરત,ઈજ્જત,પૈસા બધુજ છે.તમારી છોકરી સાથે મારાછોકરા નુ પાકું સમજુ??

છોકરી ના બાપા: બધુજ બરોબર પણ છોકરા નું ક્વોલિફિકેશન શું છે??

છોકરા ના બાપા: B.E એન્જીન્યર છે….
છોકરી ના બાપા: તો રહેવા દયો. હમણાં અમારે મેરેજ કરવાનો કોઈ પ્લાન નથી….

          ઉપર ના આ વાતચીત પર થી એતો સમજાયજ આવે છે કે ૨૦૨૦ ની સાલ માં લગભગ એન્જીન્યરો ની હાલત થોડી ફફોડી હશે. હાલ ના સમય માં આપણા સમાજ માં ગાડરિયા પ્રવાહ ની જેમ એન્જીન્યરીંગ માં એડમીશન લેવાય રહ્યું છે. અત્યારે આપના સૌરાષ્ટ્રીયન સમાજ ના કોઈ પણ ૧૫ વર્ષ ઉપરના બાળક ના પિતા ને પૂછવા માં આવે કે ‘તમારા છોકરો શું કરે છે?’ મોટા ભાગે ૧૨ સાઈન્સ અથવા ડીપ્લોમાં એન્જીન્યરીંગ કહેશે તે બેશક ની વાત છે.અને આગળ પૂછીએ કે ‘તમારા છોકરા ને ૧૨ સાઈન્સ પછી શું કરાવવા ના છો??’ ૯૯% પાસે થી એકજ જવાબ મળશે એન્જીન્યરીંગ……. ઉપરાંત આપણા સમાજ ના કોઈ પણ એક પરિવાર માં સર્વે કરવા માં આવે તો ઘરે ઘરે અત્યારે એક થી વધારે એનજીન્યરો બની ગયાછે અથવા બની રહ્યા છે.

            આપણા સમાજ માં મોટા ભાગે ઉપરની પરિસ્થિતિ નું સર્જન થઈ રહ્યું છે ત્યારે આપણ ને ચોક્કસ એક સવાલ તો થાયજ કે બધા એન્જીન્યર અને ડોકટરો બનશે તો ભવિષ્ય માં શિક્ષિત બેરોજગારી નો આંક ખુબજ મોટો આવશે. મારા ઘણા મિત્રો ઉપરાંત હું પણ આ એન્જીન્યરીંગ માં ગાડરિયા પ્રવાહ ની માફકજ ખેચાઈ ને આવ્યો છું. ખેર મારી વાત છોડો મારા ઘણા બધા મિત્રો એવા છે કે જે સારા માં સારા પેઈન્ટર, ફેશન ડીઝાઇનર,સારા ગાયક,સફળ સંગીતકાર,ડાન્સર અને બીજી સો મેંની એક્ટીવીટીમાં,(જો એ ફિલ્ડ માં ગયા હોત તો) કુશળ બની શકે તેમ હતા.. પણ આપણા સમાજ માં અતિ આધુનિકતા ઘર કરી કરી ગઈ છે, જેના કારણે આપણું જ ભાવી બરબાદી ને બેકારી તરફ ધકેલાય રહ્યું છે.

             મારા મતે બીજું તો આમાં આપણી ગંદી સરકાર અને કાદવ ના કીચડ સમું આ રાજકારણ પણ એમાં પૂરે પૂરો ભાગ ભજવે છે. અહિયાં કલા કે રિસર્ચ વર્ક કરનાર ની કોઈ કદર જ કરવામાં આવતી નથી.અહિયાં બિઝનેસ માટે ૧૦૦ કરોડ ની લોન મળી શકે છે, પણ કળા કે રિસર્ચ વર્ક માટે ૧૦૦ રૂપિયા ની પણ સગવડ કે સુવિધા નથી મળતી.

             ઉપરાંત દર વર્ષે નવી નવી પ્રાઇવેટ કોલેજો ને મંજુરી આપે છે ને એન્જીન્યરીંગ ની સીટો વધારે છે. હાલ ના સમય માં ઘણી કોલેજો તો એવી છે કે જ્યાં વર્નીયરકેલીપર નથી હોતા કે કોઈ પણ લેબોરેટરી પણ નથી હોતી.૨૦૧૦ થી ગુજરાત માં દર વર્ષે ૧૦,૦૦૦ થી પણ એન્જીન્યરો બહાર પડે છે.(તેમાંથી ૫૦% થી વધુ તો ગધેડા જેવા એન્જીન્યરો હોય છે) જેમાંથી ખુબજ ઓછા પોતાનું કેરિયર તે દિશા માં બનાવી શકે છે.  દર વર્ષે કલા માં પારંગત એવા ૧૦ થી ૧૨ વ્યક્તિ ને રાષ્ટ્રપતિ ના હસ્તે એવોર્ડ આપવા માં આવે છે,જેમાં ૫ થી ૬ તો હર એક વર્ષે રીપીટ થતા હોય છે.

         ટૂંક માં ઈનશોર્ટ માં કહું તો આપણી પાસે કરદીર્દી અને સફળ કેરિયર કે ભવિષ્ય બનાવવા માટે ઘણી બધી તકો અને આપણામાં ખુદ માં એવા ઘણા હુનરો,અને કૌશલ્યો રહેલી છે તેને વિકસાવવા ની જરૂર છે…….નહિ કે સમાજ ના વલણ ને અનુરુપી ને આવા ગાડરિયાપ્રવાહ તરફ ખેંચવાની….

-: હાર્દિક વસોયા :-

Advertisements

5 thoughts on “એન્જીન્યરો….૨૦૨૦માં. આપણું બેકાર ભવિષ્ય.

 1. hard truth.!! પણ ઈનશોર્ટ કહ્યુ એમ સફળ કેરિયર કે ભવિષ્ય બનાવવા માટે ઘણી બધી તકો અને આપણામાં ખુદ માં છે તેને વિકસાવવા ની જરૂર છે…….નહિ કે સમાજ ના વલણ ને અનુરુપી ને આવા ગાડરિયાપ્રવાહ તરફ ખેંચવાની…. એટલુ સમજાઈ જાય એટલે ઘણું..

 2. સભ્ય અને સ્વસ્થ સમાજ માત્ર એંજીનિયર બનવાથી ચાલતો નથી. આજકાલ બેંક, સોફ્ટવેર કંપનીઓ અને બિન-એંજીનિયરીંગ ક્ષેત્રમાં બધે જ એંજીનિયર જોવા મળે છે 😦
  શ્રેષ્ઠ સેવાની આશા રાખવી વ્યર્થ છે.

 3. વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં એન્જીનીયરો બેકાર રહે તેવી શક્યતા નથી. ભારત માં કેટલાક લોકો ખાસ કરીને મોદી-ફોબીયાથી પીડાતા લોકો જ્યારે માળખાકીય વિકાસ થતો હોય, ત્યારે પર્યાવરણ અને જમીનના સંરક્ષણની વાતો ચગાવતા હોય છે. વાસ્તવમાં માળખાકીય સગવડો આપવામાં ભારત વિકસિત દેશોથી ૧૦૦ વર્ષ પાછળ છે. એટલું જ નહીં ભારતમાં હજી માંડ બે ટકા સગવડો છે. ૯૮ ટકા કામ બાકી છે.
  આ વાત ને બાજુપર રાખીએ તો પણ જે નવો જમાનો આવવાનો છે તે ટેક્નોલોજી અને વિજ્ઞાનનો જમાનો છે. શ્રેષ્ઠ રોજગારીઓ,
  વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં જ ઉત્પન્ન થશે. વિજ્ઞાન ને ક્ષેત્રે અનંત રોજગારીઓ છે. વિજ્ઞાનના વિકાસ માટે નવા નવા ઉપકરણો બનાવવા પડશે, એટલે ટેક્નોલોજીમાં પણ રોજગારીની અનંત તકો ઉત્પન્ન થશે.
  ભારતમાં નહેરુવંશે વિકાસને રોકી રાખ્યો હતો.
  જ્યારે વિશ્વના વિકસિત દેશો દૂરસંચાર માં વિજાણુ અને ડીજીટલ ટેક્નોલોજીમાં વિકાસ કરી રહ્યું હતું, ત્યારે ભારતમાં ઈન્દીરાઈ સરકાર ક્રોસબાર જેવી ટેલીફોન કેન્દ્રની પ્રણાલીઓ ની આયાતો કરી રહ્યું હતુ. એટલે કે જે વિકસિત દેશો પોતાના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ભંગારમાં નાખી વિજાણુની ટેક્નોલોજી વાળા ટેલીફોન એક્સચેન્જો સ્થાપી રહ્યા હતા ત્યારે ભારત ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો આયાત કરી રહ્યું હતું. આવી કાળી કથાઓ તો અનેક છે.
  ભલુ થજો જનતા પાર્ટીનું અને મોરારજી દેસાઈની સરકારનું કે જેમણે વિજાણુ ટેક્નોલોજીવાળા ટેલીફોન કેન્દ્રો ટેક્નોલોજી ના નિર્માણના હક્ક સાથે આયાત કરવા માટે ગ્લોબલ ટેન્ડરો બનાવ્યા.
  જોકે આ ગ્લોબલ ટેન્ડરો નું વેલ્યુએશન ના સ્ટેજ ઉપર પહોંચવાનું કામ ઈન્દીરા ગાંધીના વખતમાં (૧૯૮૧-૮૨) થયું.
  એક વાત ખરી કે ભારતમાં જમીનનો ઘણો દુરુપયોગ થાય છે. નહેરુવીયન કોંગ્રેસી શાસને જમીન માફીયાઓ ઉત્પન્ન કર્યા છે. જમીનની માલિકીનું રાષ્ટ્રીય કરણ કરવું પડશે. ખેતીની પદ્ધતિઓ બદલવી પડશે.
  વિકાસને બદલે કોમવાદને અને જાતિવાદને પોષનારા તત્વો જો ફરીથી પીળા પત્રકારિત્વને સહારે સત્તા ઉપર આવશે તો ફરી થી વિકાસ ઉપર બ્રેક લાગી જશે, અને કેટલાક વિદ્વાનો વસ્તિવધારાની, માનવ હક્કોની અને પર્યાવરણની બનાવટી વાતો કર્યા કરશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s