નૈન જામ બહુ ટકરાવ્યા પ્રિયા,,,ચાલ હવે ઘૂંટડા ભરીયે…

[ગાર્ડન હજી ખુલ્યું જ હતું.જાહેર ગાર્ડન હોવા છતાં સોમવાર હોવાને કારણે ગાર્ડન સાવ ખાલી હતું, બસ હતા તો ત્યાં ના કામદારો અને ૩-૪ પ્રેમીપખીડાઓ.બધા અલગ અલગ ખૂણા માં બેઠા હતા.એમાંનું એક જોડું ખુબજ ગભરામણ અનુભવતું હતું (લગભગ પહેલી વખત આમ જાહેર માં મળ્યા હશે).બન્ને આ પહેલી મુલાકાત સાથે શરીર માં કંપારી અનુભવતા હતા,થોડો સમય આમજ ચાલ્યા પછી બન્ને એક બીજા ની નજીક આવી ને જીવન ના પ્રથમ આલિંગન નો અનુભવ કરે છે.અને એક મેક માં પુરા ભળી જઈ ને પોતાની લાગણીઓ નો સંગમ કરે છે..]

**********

               આપણા જીવન માં પહેલી વાર પ્રેમ નામ ની લાગણી હમેશા તરુણાવસ્થા માં જ થતી હોય છે એટલે કે ૧૫-૧૮ ના સમયગાળામાં.આ વખતે મોટાભાગે હમેશા આપણે પ્રેમ ની મોટા ભાગ ની રમત આંખો થી જ રમતા હોઈએ છીએ.આમ પણ નવા નવા પ્રેમીઓ એક બીજાની ૯૦% વાત આંખો ના ઈશારા માં જ સમજી જતા હોય છે એ મારો જાત અનુભવ છે.શરૂઆત ના આપણા પ્રેમ નું એક પ્લેટફોર્મ આપણે આંખો ને ગણી શકીએ.આંખો ના ઈશારા થી વાતો થાય,આંખો ના ઈશારા થી એક મેક ની લાગણી સમજી સકાય,આંખો ના ઈશારા થી પ્રેમી ના વિચારો જાણી શકાય.શરૂઆતમાં પ્રેમ માં શરમ શબ્દ મોટા ભાગે ઘર કરી ગઈ હોય છે માટે આવું ઘણું બધું ઈશારા માંજ સમજાય જાય છે.અને આંખો ની રમત થી જ આગળ ગાડી વધુ ચાલે છે.

            આંખો ની રમત રમતા રમતા જ તે દાવ ફરે છે અને આ ઈશારા નો પ્રેમ ધીમે ધીમે પેવેલિયન માં જવા લાગે છે.અને બીજા સ્ટેજ માં થોડું શારીરિક એટ્રેકશન થવા લાગે છે.બસ ત્યારે આંખો ના ઈશારાઓ ને આઉટ થવા નો વારો આવે છે.પછી એક મેક સાથે ઘૂંટડા ભરી ને જોડાવાનો સમય ઓટોમેટિક આવી જાય છે તે કઈ રીતે આવે છે તે બન્ને માંથી કોઈ ને ખબર રહેતી નથી.બસ જસ્ટ એવું થાય જ છે.આ બીજા સ્ટેજ ની શરૂઆત ૯૯% પુરુષો જ કરે છે.અને સામેના પાત્ર ને આ પ્રેમ રસ ના ઘૂંટડા ભરવા માટે મનાવે છે. એમ પણ બધી બાબતે પરિવર્તન તો જરૂરી જ છે, તો આ પ્રેમ માં પણ એક પગથીયા પછી બીજું પગથીયું ચડવું જરૂરી છે.ઉપર ના ગાર્ડન વાળા કિસ્સા માં પણ એવું જ છે એ પ્રેમીજોડું આંખોના ઈશારા ના જામ થી છલકાઈ ગયા હશે ને આ નવા આલિંગનના ઘૂંટડા ભરી એક મેક ની શારીરિક લાગણીઓ ને જોડે છે.અને બસ આ આંખો ની રમત નું પ્રેમરસ ના ઘૂંટડા ભરી પરિવર્તન કરે છે.

           અંતે ટૂંક માં ઇનશોર્ટ આંખો ની રમત રમતા પણ પ્રેમ માં પડી જવાય છે અને આ આંખો ની રમત રમતા રમતા ક્યારે આપણે ઘૂંટડા ભરવા લાગીયે એનો આપણને ખુદ ને પણ ખ્યાલ રહેતો નથી.

 

 

તરવરાટ:-        જેટલી પળ રોમાંચ ની મળી ખરેખર એટલુજ આપણું જીવન,બાકી બધું ટાઇમપાસ.-જે.વી.

                                       

2 thoughts on “નૈન જામ બહુ ટકરાવ્યા પ્રિયા,,,ચાલ હવે ઘૂંટડા ભરીયે…

  1. પણ દુનિયાના લોકો આ રોમાંચની પળો ને જ ટાઈમપાસ નું નામ આપતા હોય છે 🙂
    મારું માનવું તમારા કરતા અલગ છે કે છોકરીઓને શારીરિક આવેગો વધારે હોય છે , સાયંસ પણ એવું કહે છે , છોકરાઓ તો ખાલી એ આગને ચિનગારી આપે છે – અને જો કોઈ છોકરો ચિનગારી આપવામાં કાચો પડતો હોય તો છોકરી તેને પ્રોવોક કરવામાં કઈ બાકી ના રાખે –

    • હમ્મ્મ્મ યુવરાજ ભાઈ તમારી વાત સાથે સહમત છું પણ હું આમ એજ કેહવા માંગું છું કે આયા પુરુષો જ ચિનગારી પ્રગટાવે છે….

Leave a comment