રડાવે રીઝલ્ટ ની ઝંખના….

હેનીલ એની કોલેજ માં મીકેનીકલ ડીપાર્ટમેન્ટ નો રેન્કર સ્ટુડન્ટ હતો, હજી પેહલા સેમેસ્ટર માં જ બધા ફેકલ્ટીને પોતાની હોશિયારી બતાવી દીધી હતી ક્લાસ માં પણ બધા સવાલો ના જવાબ હેનીલ બધા ની પહેલા જ આપી દેતો. કોલેજ ના દરેક ડીપાર્ટમેન્ટ માં હેનીલ ના વખાણ થતા. કોલેજ માં બધા એને રેન્કર તરીકેજ સંબોધતા હતા.

આજે હેનીલ ખુબ ખુશ હતો, સવાર માં ઉઠી ને કોલેજ જતા પેહલા એના પપ્પા ને કહે છે “પપ્પા મને આજે ૫૦૦ રૂપિયા આપવા પડશે” પપ્પા કહે છે “કેમ ભાઈ હજી તો કમાતો થયો નથી ને રૂપિયા પર થોડો હાથ રાખ નહિતર ભૂખે મરીશ” “અરે પપ્પા પૂછો તો ખરા શુકામ આટલા બધા રૂપિયા જોતા છે દરેક બાબતે ઘ્ચ્કાવાજ મંડો તે, આજે મારું રીઝલ્ટ આવવા નું છે અને મારા બધા પેપર ખુબજ સારા ગયા છે બીજો નંબર આવવાની કોઈ શક્યતાજ નથી પહેલો નંબર જ આવશે, અને મારા બધા મિત્રો પાર્ટી માટે પાછળ પડશે તો એટલા માટે ૫૦૦ રૂપિયા માંગ્યા” હેનીલ થોડું નિરાંતે એના પપ્પા ને સમજાવે છે. “અરે મારો દીકરો ૧લો નંબર લાવશે વાહ દીકરા આવોજ આત્મવિશ્વાસ રાખજે આખી જિંદગી. તારો સેલ્ફ કોન્ફિડન્સ જ હમેશા તારી જીત નું પરિણામ આપે છે અરે ૫૦૦ એ શું થશે આલે ૧૦૦૦ રૂપિયા લેતો જા બધા ને જલસો કરાવજે” પપ્પા માંગ્યા કરતા વધારે રૂપિયા આપીને ઓફિસે જવા નીકળી જાય છે.હેનીલ ને પણ કોલેજે જવાનો સમય થઈ ગયો છે એ પણ શુઝ પહેરી ને નીકળે છે.

કોલેજ પર પોહચતાની સાથેજ એના બધા દોસ્તારું એને રેન્કર ના નામ થી નવાજી લે છે.હેનીલ હવે વધારે ખુશ થાય છે. બધા નોટીસ બોર્ડ પર રીઝલ્ટ ડિસ્પ્લે થાય તેની રાહ માં બેઠા હતા. મીકેનીકલ સિવાય ના દરેક ડીપાર્ટમેન્ટ ના રીઝલ્ટ ક્યાર ના આવી ગયા હતા.મીકેનીકલ એકજ બાકી હોવાથી બધા તેના મીકેનીકલ ડીપાર્ટમેન્ટ ની કાપતા હતા. અંતે જેની આતુરતા થી રાહ જોવાઈ રહી હતી એ રીઝલ્ટ ડિસ્પ્લે કરવા માં આવે છે. બધા પોત પોતાના રીઝલ્ટ જોવા માટે ધક્કામુક્કી ને પડાપડી કરે છે પરંતુ હેનીલ એક બાજુ ઉભો છે અને બધા ને કહે છે કે મારે જોવાની જરૂર જ નથી હું જ પહેલો આવ્યો છું. રીઝલ્ટ જોઈ ને પાછળ ફરનારા દરેક હેનીલ સામે ચિત્કાર નજરે જોઈ ને પસાર થાય છે.અંતે નોટીસ બોર્ડ પાસે ટ્રાફિક હળવી થાય છે ને હેનીલ પોતાનું રીઝલ્ટ જોવા જાય છે. હેનીલ જોતાની સાથેજ અચંબા માં મુકાઇ જાય છે પોતે ૫ માંથી ૩ સબ્જેક્ટ માં ફેઈલ થયો છે. પહેલા તો તેને થોડી વાર વિશ્વાસ બેસતો નથી તે આંખો ચોળી ને પાછુ જોવે છે. પરંતુ શું પ્રિન્ટીંગ કઈ થોડું ખોટું થયું હોય?? એ ૩ સબ્જેક્ટ માં ફેઈલ જ છે એવું મન મનાવતા સ્વીકારી લે છે.

તે કોલેજ માં પોતાના ડીપાર્ટમેન્ટ ના હેડ પાસે જાય છે “સર તમારે રીઝલ્ટ પ્રિન્ટીંગ માં કશી ભૂલ થઈ લાગે છે, મારા દરેક પેપર ખુબજ સારા ગયા તા રીઝલ્ટ થોડું ઓછું આવી શકે પણ હું ફેઈલ તો થઈ જ ના શકું. સર કંઇક તપાસ કરો ને આમાં કંઇક ગરબડ થઈ હોય એવું જ લાગે છે” “હેનીલ દીકરા રીઝલ્ટ મોડું ડિસ્પ્લે થવાનું કારણ જ એ છે, મને પણ વિશ્વાસ ના આવતા મેં ખુદ જાતે ૩ વાર રીઝલ્ટ ચેક કર્યું કે કોઈ બીજા ના માર્ક તો હેનીલ માં એડ નથી થયા ને પણ નહી એ બધું તો બરોબર હતું, છતાં પણ વિશ્વાસ ના બેસતા મેં તારા બધા પેપર મંગાવ્યા અને દરેક પેપર મેં જાતે ચેક કર્યા છે. હેનીલ તું આવું રીઝલ્ટ લાવીશ એવું અમે વિચાર્યું પણ નોહતું તે અમારી આશ પર પાણી ફેરવી દીધું અમે દરેક ડીપાર્ટમેન્ટ માં કહેતા હતા કે હેનીલ પટેલ જ ફર્સ્ટ હશે પરંતુ હવે અમારું નાક શરમ થી જુકી જશે હેનીલ તારી પાસે થી આવી આશા નોહતી તું જઈ શકે છે” ડીપાર્ટમેન્ટ ના હેડ પણ ગળગળા થઈ ને હેનીલ ને સત્ય સંભળાવી દે છે.

હેનીલ પૂરે પૂરો નિરાશા માં ગરકાવ થઈ જાય છે. પાર્ટી આપવાનું સપનું પણ ચગદાઈ જાય છે. ઘરે પણ કહી દીધું છે કે હું પહેલો નંબર લાવીશ હવે ઘરે શું મોઢું બતાડશે??? એના દરેક મિત્રો પણ હવે એની મજાક કરવા લાગ્યા હતા કે ‘લ્યો ભાઈ રેન્કર આવી ગયો ૩ માં ફેઈલ થઈ ને’ ધરતી જગ્યા આપે તો અંદર સમાઈ જાવ એવું હેનીલ અનુભવે છે. તે ક્યાય પણ મોઢું દેખાડવાને લાયક રહ્યો નથી તેવું ફિલ કરે છે. અંતે તે એક ગંભીર નિર્ણય લે છે. તે કોલેજ માંથી એકલો ચાલી નીકળે છે.પોતાની બાઈક પાર્કિંગ માં જ છોડી ને ઓટો રિક્ષા માં નીકળે છે તાપી ના સવજી કોરાટ બ્રીજ તરફ ઓટો રિક્ષા વાળા ને પુલ ની વચ્ચો વચ જ ઉભી રખાવે છે, હેનીલ ૫૦૦ રૂપિયા ની નોટ આપે છે, રિક્ષા ચાલક “સાહેબ છુટ્ટા આપો સવાર સવાર મારી પાસે ક્યાંથી આટલા છુટા હોય?” “ રાખીલે ભાઈ બધા રાખીલે તારા છોકરા માટે કશું લેતો જજે” હેનીલ એટલું કહે છે ત્યાં રિક્ષા વાળો ત્યાં થી નીકળી જાય છે.

હેનીલ ચારેબાજુ નજર દોડાવે છે પુલ પર થોડા વાહન ચાલકો સિવાય એને કોઈ નજરે ચડતું નથી, એ પુલ ની પાળી પર ચડે છે અને રડતા રડતા અશ્રુભીની આંખુ સાથે “પપ્પા મને માફ કરી દેજો” એટલું બોલી ને કુદી પડે છે……………………………………………….

અચાનક હેનીલ આંચકો અનુભવે છે ને પથારી માંથી ઉભો થાય છે, પોતના મોઢા પર પરસેવો વળી ગયેલો છે. અને આ એક ભયાનક સપનું હતું એ અનુભવે છે, મોબાઈલ માં સમય જોવે છે તેના ઉઠવા નો સમય થઈ ગયો હોય છે, તે તરત બેડ પરથી ઉભો થઈ ને જડપ થી તૈયાર થઈ ને બેસી જાય છે. એના પપ્પા ઓફિસે જવા નીકળે છે, અને હેનીલ ને પૂછે છે, “હેનીલ આજે તારી એક્ષામ નું રીઝલ્ટ આવવાનું છે એવું એવું તારો પેલો પાછળ ની શેરી વાળો મિત્ર અભી કહેતો હતો”

“હા પપ્પા આજે રીઝલ્ટ આવવાનું છે, આવશે એટલે જોઈ ને પહેલો ફોન તમને જ કરીશ” હેનીલ તેના પપ્પા ની આંક સાથે આંખ મિલાવ્યા વગર જવાબ આપે છે. અને તે પણ કોલેજ જવા નીકળી પડે છે.

કોલેજ પોહ્ચ્તાજ બધા તેને રેન્કર રેન્કર કહી ને નવાજવા મંડે છે. એની સાથેજ હેનીલ ભાર શિયાળે પરસેવે રેબ્જેફ થઈ જાય છે અને જડપ થી નોટીસબોર્ડ તરફ દોટ મુકે છે ત્યાં પોહ્ચ્તાજ એ જુએ છે કે સૌથી પેહલું રીઝલ્ટ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ નું આવ્યું છે અને એમાં પણ પોતે ૯૭% સાથે આખી કોલેજ માં પહેલા નંબરે રેન્કર રહ્યો છે. આ જોતાની સાથેજ એની આંખો ભીની થઇ જાય છે. હરખ ના આંસુ ઓ ને તે રોકી લે છે અને ભાર આવી દરેક મિત્રો ને પોતાની પાસે બચાવેલી પોકેટ મની માંથી બધા ને પાર્ટી કરાવે છે…….

student

::હાર્દિક વસોયા::

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s