અધૂરું આલિંગન

[ તરવરાટ સાથે નવા નવા પ્રેમ માં પડેલા પ્રેમીઓ ને માટે લખેલી પહેલી લઘુકથા]

“હેલ્લો, ફ્રેન્ડસ આપ સુન રહે હો. ૯૨.૭ બીગ એફ.એમ સુરત, મેં હું રેડીઓ જોકી પાર્થ શર્મા ઓર મેં આજ લેકે આયા હું કાર્યક્રમ ‘પસંદ દિલ કી’. આજ આપ મુજે કોલ કરકે આપને દિલ કે પસંદગી દા ગાના સુન સકતે હો. તો લગાઓ ૨૩૪૫૫૬૭ ઓર સુનો ઓર સુનાઓ આપને દિલ કી પસંદ. યેલો પહેલા કોલ આ ચુકા હે,

“હેલ્લો સર મેં છું, જેનીલ રાવ, સર મેં આજ અપની દિલ કી પસંદગી ના ગાના ‘મેંરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ સા ટુકડા રહેતા હે..’ સુનના ચાહતા હું”

“ઓહ હેલ્લો જેનીલ ક્યાં મેં જાન સકતા હું મેરે સામને વાલી ખિડકી વાલા ગાના હી કયો તુમ્હારે દિલ કી પસંદ હે??”

“પાર્થ સર ક્યોકી મેરે સામને વાલી ખિડકી મેં રીયલી એક ચાંદ કા ટુકડા રહેતા હે. ઓર વો મેરે દિલ કી પસંદ હે તો મેં ઉસકે લિયે એ ગાના સુનના ચાહતા હું.”

“ચલો તો દોસ્તો હો જાયે જેનીલ રાવ કે દિલ કી પસંદગી દા ગાના ઉસકી ચાહત કે લિયે…”

***************

“હની સાંભળ તો આ રેડિયો માં જેનીલ રાવ કરી ને કોઈ બોલી રહ્યું છે, કદાચ આપડી સામેના બંગલા માં જે અંકલ રહેવા આવ્યા છે તેની સરનેમ રાવ છે અને હા બાજુ વાળા આંટી કહેતા હતા કે એના છોકરા નું નામ પણ જેનીલ છે,  મારા અંદાજ મુજબ એ આજ જેનીલ હોવો જોઈએ તેની બોલી પણ ગુજરાતી છે તે વર્તાય છે” હની ની મોટી બહેન માર્ગી એ હની ને કહ્યું.

“કોણ પેલો હેન્ડસમયો મિયો એ!!!! રોજ સવારે મોટો હોર્ન મારી ને પસાર થાય છે તે!! પેલો સામે વાળો????” હની અચંબા થી પૂછી લે છે.

“હા એ સામે વાળો હેન્ડસમ, પરફેક્ટ ઋત્વિક જેવો દેખાય એજ, હા હની આ એજ છે ફાઈનલ થઈ ગયું ચલ મારે ઓફિસે લેટ થાય છે હું નીકળું છું.”

હની મનોમન વિચારી રહી હતી, ‘આ જેનીલ રાવ જો આપડી સામે વાળો જ હોય તો?? તેણે પોતાની દિલ ની પસંદગી નું સોંગ……….’ ઓહ!!!!!!!!!!! શીટ માર્ગી કહેતી હતી તે સાચું આ એજ છે નફફટ. જે મને એક વિકથી ટેરેસ પર થી ઈશારા કરી ને મને લલચાવતો હતો પાકું એજ છે.

“સમજે છે શું પોતાની જાત ને ભગવાને થોડી સુંદરતા શું બક્ષી દીધી છે તે મારી સામે નજર માંડે છે લે…. અને પાછો રેડીઓ પર સોંગ સાંભળે છે મેરે સામને વાલી… એવું તે શું જોય ગયો હશે??” હની થી એકલા એકલા બોલાઈ જાય છે.

 ***************

જેનીલ રાવ હજુ 10 મહિના પહેલા જ સ્કુલ પતાવી ને કોલેજ માં એન્ટર થયેલો નમણો, ગોરો, શરીરે સિક્ષ પેક બોડી ધરાવતો, દેખાવે અતિ સુંદર, શેવિંગ મશીન થી કરેલ શેવિંગ, શર્ટ નું ઉપર નું બટન ખુલ્લું અને નાતભાત ના બીજા આકર્ષણ ધરાવતો નવો લબરમૂછિયો યંગસ્ટર્સ કોલેજીયન હતો. કોલેજ ની એશ્વર્યા રાય કહેવાતી છોકરીઓ એના પર ફિદા હતી. પરંતુ આ જેનીલભાઈ કોલેજ માં એ બાબતે નીરસ હતા કોઈ દિવસ છોકરીઓ ના લફડા માં પડતાજ નહી, જયારે તેની પાછળ કોલેજ ક્વીન છોકરીઓ લટ્ટુ હતી.

પરંતુ જેનીલ તેની સામે ના મકાન માં રહેતી એક છોકરી ગમવા લાગેલી, સ્ટુડન્ટ ઓફ ધ યર તો પછી રીલીઝ થયું એ પહેલાજ એ આલિયા ભટ્ટ ની કોપી પેસ્ટ લગતી, એકદમ સ્લીમ ટાઇટ બોડી, નશીલી નજર, ગુલાબી હોઠ, બફર હેરસ્ટાઇલ, માદક કાતિલ નેણ, ધરાવતી એ સુંદર છોકરી એને પહેલી નજર માં ગમવા લાગેલી.

કોઈ આમ અચાનક ગમવા લાગે લાગે એટલે દિલ સાથે આખા શરીર માં એને જોવાની, એની અદાઓ નિહાળવા ની, એને પોતાના પર ફિદા કરવાની, વગેર એક અલગ જ કંપારી પેદા થતી હોય છે એને આ જેનીલ પણ આવી કંપારી અનુભવી રહ્યો હતો.

જેનીલ થોડો પ્રકૃતિપ્રેમી હતો તેને ઝાડ છોડ ઉછેરવા નો ગાંડો શોખ હતો, તેને પોતાની અગાસી ને અલગ અલગ છોડ ના કુંડા થી ભરી દીધું હતું.તે સવારે તેની માવજત કરવી તેની જાળવણી કરવી તે તેની દિનચર્યા નો જ એક ભાગ હતો. આ કંપારી પેદા થયાના બીજા દિવસે એ ટેરેસ પર છોડ ની માવજત કરવા જાય છે ત્યારે તેની નજર સામે ના ટેરેસ પર પડે છે, અને તેને ફરી સામે વાળી જોવા મળે છે.

શિકાર સામે હોય ને શિકારી શાંતિ થી થોડો બેસે, જેનીલ પેલી ને ઈશારાઓ કરે છે, તેની સામે ઇમ્પ્રેસન પાડવા ના દરેક ચાન્સ અજમાવી લે છે, તેની અગાસી પર ના નિત નવા રંગબેરંગી ફૂલો બતાવે છે,વગેર વગેરે ઘણું કરે છે પછી તો વગર તેનું નામ જાણ્યે, વગર તેનું બેકગ્રાઉન્ડ જાણ્યે, જેનીલ ની રોજ ની દિનચર્યા માં આ એક કામ વધી જાય છે.

***************

ઘણા દિવસ સુધી આ ઈશારા ની ચુપકીદી ચાલુ રહે છે, અંતે એક દિવસ જેનીલ ને સામે કાંઠે થી ઈશારો મળે છે. બસ, જેનીલ પાગલ સમો બની જય છે. કદાચ હની જેનીલ ના ઈશારાઓ થી પ્રભાવિત થઈ ને એના તરફ આકર્ષાય ચુકી હતી.બે દિવસ સુધી સામ સામી ઈશારાની રમતો ચાલે ચાલતી રહે છે, જેનીલ ફૂલગુલાબી રંગીન ફૂલો હની ને બતાવે છે, જયારે સામે હની ફલાયિંગ કિસ આપે છે. આવું તો ઘણું બધું ઈશારો ઈશારા માં શરુ થઈચુક્યું હતું.

થોડા દિવસ આમ રમત રમ્યા પછી જેનીલ અચાનક આંગળીના ઈશારા વડે, નર્સરી ના બાળકો ને જેમ આંગળી થી આંકડા સમજ આપવા માં આવે છે તેમ હની ને આંકડાસમજ થી પોતાનો સેલ નંબર લખવી દે છે.

હવે , સાચી ઇન્નીંગ શરુ થઈ હતી, હની પાસે પોતાનો પ્રાઇવેટ મોબાઈલ કે કોઈ ફોન હતો નહી ઘરે બધા રૂઢીચુસ્ત, મમ્મી-પપ્પા જૂની વિચારચરણી વાળા જો ઘર ના ફોન માંથી જેનીલ ને ફોન કરવા માં આવે ને ઘરે કોઈ ને પણ અણસાર આવી જાય તો હની નો તું પુરુજ થઈ જાય.

પહેલા તો હની ઘર ના ફોન માંથી ફોન ન કરવા માટે પોતાની જાત ને મક્કમ કરી લે છે, પરંતુ એના પણ પેલી વિજાતીય મિત્રતા ની કંપારી પેદા થઈ ચુકી હતી. એનું મન કશે લાગતું ન હતું બસ જેનીલે આપેલ નંબર પર ફોન કરી જેનીલ નો અવાજ સાંભળવા ની તાલાવેલી એના રોમે રોમ માં ગુંજી રહી હતી.બરોબર એ આરસામાંજ એના મમ્મી ને બાજુવાળા આંટી સાથે કશે જવાનું તેડું આવે છે, મોટી બહેન તો ઓફીસ પર ચાલી જ ગઈ હતી, અને પપ્પા તો સામાજિક પ્રસગે ગામડે ગયા હતા. આમ ઘર માં હની સિવાય કોઈ હતું નહી.

**************

“હેલ્લો, કોણ?”

“અરે જાનેમન, કેટલી વાર લગાડી તે, સવારે નંબર આપ્યો ને તે છેક અત્યારે સામી સાંજે ફોન કર્યો, યાર હું તારી સાથે વાટ કરવા માટે કેવો અધીરો થઈ ગયો તો, ક્યાય ચેન પડતું જ ન હતું, તારા ફોન ની હરેક સેકન્ડ પર રાહ જોઈ રહ્યો હતો”

“અરે જેનીલ મારું ચાલતું હોત તો હું તારે સાથે તે નંબર આપ્યો તે ઘડી થી અત્યાર ની પળ સુધી તારી સાથે મનભરી ને વાતો ન કરું. જો સાંભળ હું તને ગમું છું એ વાત તતો હું ઘણા સમય થી જાણું છું જયારે તે રેડિયો માં મેરી સામને વાલી…. વાળું ગીત પ્લે કરાવેલું. મને પણ તારી જોડે વાત કરવાની અદમ્ય ઈચ્છા થાય છે’’

“ઓહ!! ગ્રેટ યાર એ સોંગ તે સાંભળેલુ… મેં કલ્પના પણ નોહતી કરી કે એ તું સાંભળીશ.

થેંક ગોડ.. પણ હા હવે તારું નામ તો કે જાનેમન”

“હની પટેલ”

“ઓહ બાકી નામ જક્કાસ છે તારું, તારો દીવાનો આજે તારા નામ નો પણ આશિક થઈ ગયો. વાહ હનુડી…”

“જો જેનીલ મારી વાત સાંભળ મારા ઘરે બધા રૂઢીચુસ્ત અને જૂની વિચારચરણી વાળા છે, જો મારા ઘરે તારી ને મારી રીલેશન વિશે જરા પણ અંદાજ આવે તો તો મારું પતી જાય, સમજ કે મારે મરવા ની નોબત આવે, એક તો ઘર બહાર નીકળવા ની સાવ મનાઈ છે અને જો આ ખબર પડે તો તું ગેઝ કરી લે શું થાય એ, હું પણ તને ચાહું છું, મારે પણ તારી સાથે પળો વિતાવવી છે. પણ એ બધું ઈમ્પોસીબલ છે.યાર. એટલે આટલે થીજ બધું પતાવી નાખીએ તો બહુ સારું રહેશે.”

“ઓ દુખી આત્મા તું ડરપોક લાગે એતો ફાઈનલ, મારી કોલેજ માં મારી પાછળ છોકરીઓ દોડતી હોય છે, પણ મને એ કોઈ નથી ગમતી બસ તું એક જ મારા દિલ સોંસરવી નીકળી ગઈ છે. મારે મન તો તુજ મારી લાઈફ થઈ ચુકી છો. હની આપણે દુનિયા ને જોઈ ને ચાલીશું તો જીવી જ નહી શકીએ. તું ઘર વાળા ની ચિંતા ને માર ગોળી, બોલ આપણે ક્યારે મળી શકીએ??”

“અરે જેનીલ તારી બધી વાત સાચી પણ હું હજી કહી જ રહું છું કે મારે ઘરે થી હું કોઈ પણ સંજોગો માં એકલી નીકળી જ ના શકું. અને હા મને દિલ માંથી કાઢી નાખ, મારી સાથે જિંદગી વિતાવવા ના સપના જોવાનું છોડી દે, અને કોઈ બીજી સારી છોકરી ને પકડી લે. આમ પણ હું માંડ ૧૨ ભણેલી ને તું કોલેજ કરે છો ને હજુ આગળ પણ ભણીશ. તારું ને મારું ઈમ્પોસ્સીબ્લ છે. હું તને ફોન પણ ના કરી શકું આખો દિવસ મમ્મી સાથે જ હોય, પણ ક્યાંક આજે કોઈ જુના પુણ્ય કામ આવ્યા હશે એટલે ઘરે કોઈ નથી ને હું તારી સાથે વાત કરી રહી છું બાકી એ પણ ના થઈ શકે. બહેતર છે કે તું મને ભૂલી જા”

“ઓહ ગોડ તને કેમ ભૂલી શકું???, મારા રોમે રોમ માં તું આવી ચુકી છે રોજ સપના માં પણ તને નિહાળું છું, આ હ્રદય પણ તારા નામ ના જ ધબકારા કરે છે. હની તને જ પામવા માંગું છું બસ, બીજું કઈ નહી મારે તને મેળવવી છે મેરે તારી સાથે જિંદગી પસાર કરવી છે.”

“જેનીલ મુક એ બધી વાત ને એ બધું અશક્ય છે, એવા ગાંડા સપના જોવાનું મૂકી દે. હું પણ તને મળવા માંગું છું, મને પણ તારી જેટલીજ લાગણી ની વાચા ફૂટે છે પણ કઈ પણ શક્ય નથી.”

“હની મારે એ કઈ નહી, હું તને મળવા માંગું છુ બસ”

“અરે પણ વિચાર તો કર હું કેમ નીકળી શકું???”

“કીધું ને મરે એ કઈ જોવાનું નથી થતું બસ તને મળવું છે. કાલે સવારે મારા ઘરે થી બધા એક લગ્ન પ્રસંગે બહાર જવા ના છે તો ૯ વાગ્યા પછી મારા ઘરે આવી જજે. મારે હવે કશું સાંભળવું નથી, બાય હનુડી મારા પ્રત્યે લાગણી હોય તો આવજે બાય”

**************

ઘડિયાળ નો કાંટો દોડી રહ્યો છે, મોટો કાંટો ૪ પર  અનો કાંટો નવ નો નિર્દેશ કરી ને ૯ વાગી ને ૨૦ મિનીટ દર્શાવી રહ્યા છે. શેરી માં શાકભાજી ની લારી વાળા બુમો પડી રહ્યા છે, અહી ઘર માં બેઠેલો જેનીલ ઘડિયાળ સામે નજર તાકી ને પળે પળે હની ના આવવા ની ઇન્તેજારી માં રઘવાયો થઈ રહ્યો છે.

બસ એજ આરસ માં જેનીલ ના ઘર નો બેલ રણકી ઉઠે છે, ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ…

જેનીલ ફટાફટ બિલાડી ભીંસ માંથી સરકે તેમ સોફા માંથી સરકી ને દરવાજા તરફ મિટ માંડે છે. અને દરવાજો ખોલે છે.

“અરે!!!!!!!!!!!!! તારી જ રાહ માં તલપાપડ હતો હનુડી. વાહ આજે આકાશ ના ચાંદ ને મારી નજર સામે ઉભેલો જોઈ રહ્યો છું.બાકી તને ઈશ્વરે ફુરસદ ના સમય માં ઘડી લાગે શું બ્યુટી આપી છે તને….”

“બધી વાત છોડ મારી પાસે જરા પણ ટાઇમ નથી, મમ્મી કોઈ દિવસ નહી ને આજેજ મંદિરે ગયા છે, કદાચ કાનુડો આજે તારું ને મારું મિલન કરાવવા માંગતો હશે. અને હા તું પણ કઈ ઓછો નથી હો તારી સામે તો હું સાવ ફિક્કી લાગુ છું જો.”

“જવા દે ગાંડી ચાંદો કોઈ ની પાસે ફિક્કો ના લાગે, અરે તારી આ કામણગારા નેણ, ચમકીલી આંખ ની કીકી, ભરાવદાર જોબન અને આહા! અને આ ગુલાબી હોઠ વિષે તો શું કહેવું?? જોતાજ તને બાહોપાશ માં લઈ ને આલિંગન કરવા ની તાલાવેલી જાગી ગઈ છે. રીયલી ભગવાન ને મંદી ના સમય માં તને બનાવવા નો ઓર્ડર આવ્યો હશે, શું સુંદરતા બક્ષી છે. હું તો પહેલી નજરે મોહી ગયેલો.”

“ચલ જુઠા, ખોટા બહું વખાણ કરવાનું બંધ કર આ તારી ને મારી પહેલી અને છેલ્લી મુલાકાત છે, જે કહેવું હોય તે કહી નાખ હવે હું તને મળવાનું રિસ્ક ઉઠાવવા ની નથી પહેલી અને છેલી વાર હિમ્મતભાઈ ને સાથે લઈ ને આવી છું, હવે કદાચ એ પણ સાથે નહી આવે”

“આઈ લવ યુ ડીયર બસ બીજું કઈ કહેવું જ નથી ને”

“એ મુક લવ તો હું પણ તને કરી બેઠી છું પણ એ વાત છોડ. એ કઈ શક્ય નથી અને કીધું કે આ છેલ્લી વાર મળું છું પછી એ પણ ક્યારેય નહી મળી શકું.”

“હનુડી,  હું તને પામ્યા વગર અધુરો જ રહીશ. ભલે મને લાખ સુંદર કોઈ બીજી મળે પણ હું તનેજ ચાહતો રહીશ.” (જેનીલ લાગણીવશ હની ને કહે છે)

હની જેનીલ ની થોડી નજીક જાય છે અને લાગણીવશ કહે છે

“હું પણ જેનીલ તનેજ ચાહતી રહીશ.”

આટલું ક્હેતાજ હની જેનીલ ની અંત્યત નજીક પોહચી ને તેને વળગી પડે છે, જેનીલ પણ ક્ષણ ભર વિચાર કરી ને એને જકડી લે છે.બંને થોડી વાર એમજ રહ્યા પછી જેનીલ હની ના ગુલાબી હોઠ તરફ પોતાના એની અંદર પોતાના શબ્દો ને સમાવવા માટે જાય છે, હની પણ એના અપાર પ્રેમ માં કહેવા માટે રહી ગયેલા શબ્દો જેનીલ ને મૂંગા સાંભળાવવા એની અંદર સમાવી દેવા માટે તેના ચહેરા નજીક પોતાનો ચહેરો લઈ જાય છે.

બરો બર એજ ક્ષણે,

ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ…

ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ… (જેનીલ ના ઘર નો બેલ રણકી ઉઠે છે)

બંને હેબતાઈ જાય છે પોતાના શબ્દો ને આલિંગન થી એક બીજામાં સમાવવા જતા શબ્દો પાછા પોતાની પાસે લઈ લે છે.

બંને ના હ્રદય ડબલ, ત્રિપલ ગણી સ્પીડે ધબકવા લાગે છે.

ત્યાં ફરી ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ…

હની જેનીલ સામે જોતી રહે છે “હવે શું થશે હું તો મરી જેનીલ”

“એ ડરપોક, ફટાફટ મારી સાથે પાછળ ના દરવાજે ચાલ”

બંને પાછળ ના દરવાજા તરફ જાય છે જેનીલ હની ને ત્યાંથી વળાવી દે છે અને આગળના દરવાજાને ખોલવા માટે જાય છે.

ખોલતાજ સામે એના મમ્મી પપ્પા, ને નિહાળી ને દંગ રહી જાય છે, એ લોકો જે લગ્ન માં જવાના હતા ત્યાં કોઈ નું ઓચિંતું મૃત્યુ થવાથી લગ્ન સમારંભ મોકૂફ રહે છે અને એ અડધે રસ્તે થી જ પાછા આવી જાય છે.

આમ જેનીલ અને હની નું પહેલું ને છેલ્લું આલિંગન અધૂરું છૂટી જાય છે. (ફરી મુલાકાત તો શક્ય નહોતી)..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s