Archives

નૈન જામ બહુ ટકરાવ્યા પ્રિયા,,,ચાલ હવે ઘૂંટડા ભરીયે…

[ગાર્ડન હજી ખુલ્યું જ હતું.જાહેર ગાર્ડન હોવા છતાં સોમવાર હોવાને કારણે ગાર્ડન સાવ ખાલી હતું, બસ હતા તો ત્યાં ના કામદારો અને ૩-૪ પ્રેમીપખીડાઓ.બધા અલગ અલગ ખૂણા માં બેઠા હતા.એમાંનું એક જોડું ખુબજ ગભરામણ અનુભવતું હતું (લગભગ પહેલી વખત આમ જાહેર માં મળ્યા હશે).બન્ને આ પહેલી મુલાકાત સાથે શરીર માં કંપારી અનુભવતા હતા,થોડો સમય આમજ ચાલ્યા પછી બન્ને એક બીજા ની નજીક આવી ને જીવન ના પ્રથમ આલિંગન નો અનુભવ કરે છે.અને એક મેક માં પુરા ભળી જઈ ને પોતાની લાગણીઓ નો સંગમ કરે છે..]

**********

               આપણા જીવન માં પહેલી વાર પ્રેમ નામ ની લાગણી હમેશા તરુણાવસ્થા માં જ થતી હોય છે એટલે કે ૧૫-૧૮ ના સમયગાળામાં.આ વખતે મોટાભાગે હમેશા આપણે પ્રેમ ની મોટા ભાગ ની રમત આંખો થી જ રમતા હોઈએ છીએ.આમ પણ નવા નવા પ્રેમીઓ એક બીજાની ૯૦% વાત આંખો ના ઈશારા માં જ સમજી જતા હોય છે એ મારો જાત અનુભવ છે.શરૂઆત ના આપણા પ્રેમ નું એક પ્લેટફોર્મ આપણે આંખો ને ગણી શકીએ.આંખો ના ઈશારા થી વાતો થાય,આંખો ના ઈશારા થી એક મેક ની લાગણી સમજી સકાય,આંખો ના ઈશારા થી પ્રેમી ના વિચારો જાણી શકાય.શરૂઆતમાં પ્રેમ માં શરમ શબ્દ મોટા ભાગે ઘર કરી ગઈ હોય છે માટે આવું ઘણું બધું ઈશારા માંજ સમજાય જાય છે.અને આંખો ની રમત થી જ આગળ ગાડી વધુ ચાલે છે.

            આંખો ની રમત રમતા રમતા જ તે દાવ ફરે છે અને આ ઈશારા નો પ્રેમ ધીમે ધીમે પેવેલિયન માં જવા લાગે છે.અને બીજા સ્ટેજ માં થોડું શારીરિક એટ્રેકશન થવા લાગે છે.બસ ત્યારે આંખો ના ઈશારાઓ ને આઉટ થવા નો વારો આવે છે.પછી એક મેક સાથે ઘૂંટડા ભરી ને જોડાવાનો સમય ઓટોમેટિક આવી જાય છે તે કઈ રીતે આવે છે તે બન્ને માંથી કોઈ ને ખબર રહેતી નથી.બસ જસ્ટ એવું થાય જ છે.આ બીજા સ્ટેજ ની શરૂઆત ૯૯% પુરુષો જ કરે છે.અને સામેના પાત્ર ને આ પ્રેમ રસ ના ઘૂંટડા ભરવા માટે મનાવે છે. એમ પણ બધી બાબતે પરિવર્તન તો જરૂરી જ છે, તો આ પ્રેમ માં પણ એક પગથીયા પછી બીજું પગથીયું ચડવું જરૂરી છે.ઉપર ના ગાર્ડન વાળા કિસ્સા માં પણ એવું જ છે એ પ્રેમીજોડું આંખોના ઈશારા ના જામ થી છલકાઈ ગયા હશે ને આ નવા આલિંગનના ઘૂંટડા ભરી એક મેક ની શારીરિક લાગણીઓ ને જોડે છે.અને બસ આ આંખો ની રમત નું પ્રેમરસ ના ઘૂંટડા ભરી પરિવર્તન કરે છે.

           અંતે ટૂંક માં ઇનશોર્ટ આંખો ની રમત રમતા પણ પ્રેમ માં પડી જવાય છે અને આ આંખો ની રમત રમતા રમતા ક્યારે આપણે ઘૂંટડા ભરવા લાગીયે એનો આપણને ખુદ ને પણ ખ્યાલ રહેતો નથી.

 

 

તરવરાટ:-        જેટલી પળ રોમાંચ ની મળી ખરેખર એટલુજ આપણું જીવન,બાકી બધું ટાઇમપાસ.-જે.વી.

                                       

☀☀…લાડ લડાવતી ક્યારેક લમઘારતી આ લાઈન મારવાની લાલચા…☀☀

                          (ફોન પર બે કોલેજિયનો ની વાત ચીત)

નેહલ:એ રાહુલીયા તુ ક્યાં છો???ફટાફટ કોલેજ ના ગેટ પર આવ ગર્લ્સ નો છુટવા

             નો ટાઇમ થઈ ગયો.

રાહુલ:એ નેહલીયા થોડું વેહલુ કહેવાય ને તો સરખો તૈયાર થઈ ને આવત.પણ છોડ

          હવે તે સમય નથી હું પોહચુંજ છું..

  

આતો કોલેજીયન ની વાત થઈ પણ જાહેર જીવન માં પણ આપણે ઘણી જગ્યા પર આ વાત સંભાળતા હોઈએ છીએ.કોઈ જગ્યા પર છોકરીઓનું ટોળું જોવા મળે ત્યાં ૪-૫ તો આવા જોવા મળેજ તે.પણ મને તો આ વસ્તુ અનિવાર્ય લાગે છે.કોઈ છોકરી જોતા જ તે ગમી જાય,તો એની પાછળ પડી ને લાઈન મારવા તો દરેક વ્યક્તિ આકર્ષાય જ છે. ‘ફિલ્ડીંગ ભરવી’ ને ‘નળિયા ગણવા’ એ શબ્દો પર થી એ પણ જણાય કે આપણા વડીલો પણ આ કાર્ય માં સહભાગી હતા જ.

કોઈ આમ અચાનક જ સુડોળ શેપ અને સાઈઝ ધરાવતું બોલ્ડનેસ કે આપણને ગમતું બોલ્ડબ્યુટી હૃદય સુધી પોહચી જાય તો એને મેળવવા માટે જે નખરા કરવામાં આવે તેને લાઈન મારવી કહી શકાય.લાઈન મારવા માટે ભાઈ સવારે વહેલા ઉઠવા માંડે,રિક્ષામાં કે બાઈક પર જતો હોય તો ચાલી ને પણ જવા લાગે,ભરે ઉનાળે તડકા માં પણ ઉભો રહે,ઘણી વાર બાપા ના બગાડે વગેરે વગેરે લક્ષણો બતાવે.

લાઈન મારવા માં ઘણી મજા આવે છે એ મારો જાત અનુભવ છે પરંતુ ઘણી વાર તે ભયાનક પણ સાબિત થાય છે,કોઈ ભરાવદાર કયા ધરાવતી સામે લાઈન મરાય જાય તો એનાજ હાથ નો મેથી પાક ખાવાની તૈયારી માં રેવું પડે છે.વળી જો કોઈ રૂપનું અભિમાન રાખતી કડક મગજ વાળી મળી જાય તો ગાળો પણ ખાવી પડે છે.લાઈન મારવાથી દિલ અને આંખો બન્ને ને ટાઢક પોંચે છે એવું ઘણા નું માનવું છે,

અમુક વખતે કોઈ આગળ પાછળ થઈ વધારે સુડોળ હોય,કાયા ના શેપ ની તો વાત જ ના કરી શકાય,રૂપરંગ તો જોવા ના જ ના હોય તેવું મળી જાય અને તેની સામે લાઈન મારવા મળે એટલે તો ઘણા ના દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય.જો કોઈ એવી એક દિવસ જોવા મળે તો બીજે દિવસે ફરી જોવાની લાલચ તો થાય જ તે.એટલે ભાઈ બીજે દિવસે પણ એજ સ્થળ પર પોહચી જાય પરંતુ તે દિવસે કોઈ બીજી તેના જેવીજ મળી જાય પછી તો આ લાલચ જાગ્યા જ કરે ને રોજે ભાઈ ત્યાં પોહચી જાય….

અંતે ટુક માં ઇનશોર્ટ લાઈન મારવા ની મજા તો આવેજ છે પરંતુ ઘણી વાર એનું પરિણામ ભયંકર આવતું હોય છે,છતાં આપણ ને તેના પ્રત્યે લાલચ જાગે છે.એટલે કહી શકાય કે લાઈન મારવી અનિવાર્ય છે,ને જીવન જરૂરિયાત ની રેશનલ વસ્તુ છે…

ચાલો હવે આવી બોલ્ડ લાગણી ફરી ક્યારેક વહેડાવીશ અત્યારે મારે લાઈન મારવા જવા નો સમય થઈ ગયો છે.આવજો ને ગમી જાય ત્યાં લાઈન મારજો…

                                    ::હાર્દિક વસોયા::<લવલી> ૧૭/૦૧/૨૦૧૩

અલવિદા ૨૦૧૨…….

“અનમોલ દિવસો આપી ને આમ,

ના જા તું મને “સદાયે” યાદ આવીશ….”

              મિત્રો,૨૦૧૨ માર જીવન ની ડાયરી માં કોઈ દિવસ ના ફાટે તેવા પાના સમાન રહ્યું. આ ૨૦૧૨ મને અએટલી બધી ભેટો આપી ગયું છે કે એ મને ક્યારેય પણ નહિ ભૂલાય.

વાંચન નો શોખ ૫ મુ ભણતો ત્યાર થી હતો લેખન માં કેરિયર બનવું સપનું હતું..પણ એ સપનું પૂરું પણ ના થયું એ પેલા સવાર પડી ગઈ.૨૦૧૨ મને એવા વ્યક્તિઓ ની મુલાકાત કરાવી ગયુ ને એવા વ્યક્તિઓ ના નામો આપી ગયું, કે જે મારા જીવન ના પાના પર અક્ષરો સ્વરૂપે સદાયે કાયમ રહેશે. જય વસાવડા ને નાનપણ થી વાંચતો હતો ૨૦૧૨ માં પ્રથમ વખત એનો બ્લોગ જોઈ ને મેં પણ બ્લોગ લખવાનું શરુ કર્યું.વધતા માં ઓછા સમાન મને યુવા લેખક હિમાંશુભાઈ મળ્યા ને બસ મારા પેલા સપના ની સવાર પાડવા લાગી હોય તેવું લાગ્યું. લખવા ના શોખ ને પણ આજ વર્ષ માં કાગળ પર કંડારવાનું શરુ કર્યું. મારા જીજાજી જે પી ની મુલાકાત પણ આજ વર્ષ માં થઈ.મારી જિંદગી માં આ વ્યક્તિઓ ને હું કોઈ દિવસ નય ભૂલું. ઉપરાંત આ વર્ષે મને ‘’જય હો’’ યુથ ક્લબ માં જોડવા નો પણ અતિ ઉતમ ચાન્સ મળ્યો.. બીઝનેસ મેનેજમેન્ટ ના રાજા કહી શકાય તેવા મુર્તુર્ઝા પટેલ સાથે ની જીવન ની યાદગાર મુલાકાત પણ આજ વર્ષ માં થઈ.
૨૦૧૨ માં મારી નજર માં સારા કહી શકાય તેવા બે સારા કામ કર્યા એક તો ૨૭ વર્ષ થી સુતેલા કલાકાર ને હળવે થી જગાડ્યો ને એની કલા ને પછી જાગૃત કરાવી..

       બીજું કે જે મારા માટે ખુબ મોટું કહી શકાય તેવું કે સમાજ ની સંકુચિતતા થી પીડાઈ ને આત્મહત્યા તરફ જઈ રહેલી એક વ્યક્તિ ને જજીવવા મતે ઉભી કરી ને દોડતી કરી.

બસ એટલે મારા વાલીડા ૨૦૧૨ આ તારા માટે

photo-copie-592x592 - Copy

 

એન્જીન્યરો….૨૦૨૦માં. આપણું બેકાર ભવિષ્ય.

(૨૦૨૦ માં એક છોકરા ને છોકરી ના અરેંજ મેરેજ ના સેટીંગ વખત ની બન્ને ના પિતાજી વચ્ચે ની વાતચીત)

છોકરા ના બાપા: અમારી પાસે બધું છે.નામ,શોહરત,ઈજ્જત,પૈસા બધુજ છે.તમારી છોકરી સાથે મારાછોકરા નુ પાકું સમજુ??

છોકરી ના બાપા: બધુજ બરોબર પણ છોકરા નું ક્વોલિફિકેશન શું છે??

છોકરા ના બાપા: B.E એન્જીન્યર છે….
છોકરી ના બાપા: તો રહેવા દયો. હમણાં અમારે મેરેજ કરવાનો કોઈ પ્લાન નથી….

          ઉપર ના આ વાતચીત પર થી એતો સમજાયજ આવે છે કે ૨૦૨૦ ની સાલ માં લગભગ એન્જીન્યરો ની હાલત થોડી ફફોડી હશે. હાલ ના સમય માં આપણા સમાજ માં ગાડરિયા પ્રવાહ ની જેમ એન્જીન્યરીંગ માં એડમીશન લેવાય રહ્યું છે. અત્યારે આપના સૌરાષ્ટ્રીયન સમાજ ના કોઈ પણ ૧૫ વર્ષ ઉપરના બાળક ના પિતા ને પૂછવા માં આવે કે ‘તમારા છોકરો શું કરે છે?’ મોટા ભાગે ૧૨ સાઈન્સ અથવા ડીપ્લોમાં એન્જીન્યરીંગ કહેશે તે બેશક ની વાત છે.અને આગળ પૂછીએ કે ‘તમારા છોકરા ને ૧૨ સાઈન્સ પછી શું કરાવવા ના છો??’ ૯૯% પાસે થી એકજ જવાબ મળશે એન્જીન્યરીંગ……. ઉપરાંત આપણા સમાજ ના કોઈ પણ એક પરિવાર માં સર્વે કરવા માં આવે તો ઘરે ઘરે અત્યારે એક થી વધારે એનજીન્યરો બની ગયાછે અથવા બની રહ્યા છે.

            આપણા સમાજ માં મોટા ભાગે ઉપરની પરિસ્થિતિ નું સર્જન થઈ રહ્યું છે ત્યારે આપણ ને ચોક્કસ એક સવાલ તો થાયજ કે બધા એન્જીન્યર અને ડોકટરો બનશે તો ભવિષ્ય માં શિક્ષિત બેરોજગારી નો આંક ખુબજ મોટો આવશે. મારા ઘણા મિત્રો ઉપરાંત હું પણ આ એન્જીન્યરીંગ માં ગાડરિયા પ્રવાહ ની માફકજ ખેચાઈ ને આવ્યો છું. ખેર મારી વાત છોડો મારા ઘણા બધા મિત્રો એવા છે કે જે સારા માં સારા પેઈન્ટર, ફેશન ડીઝાઇનર,સારા ગાયક,સફળ સંગીતકાર,ડાન્સર અને બીજી સો મેંની એક્ટીવીટીમાં,(જો એ ફિલ્ડ માં ગયા હોત તો) કુશળ બની શકે તેમ હતા.. પણ આપણા સમાજ માં અતિ આધુનિકતા ઘર કરી કરી ગઈ છે, જેના કારણે આપણું જ ભાવી બરબાદી ને બેકારી તરફ ધકેલાય રહ્યું છે.

             મારા મતે બીજું તો આમાં આપણી ગંદી સરકાર અને કાદવ ના કીચડ સમું આ રાજકારણ પણ એમાં પૂરે પૂરો ભાગ ભજવે છે. અહિયાં કલા કે રિસર્ચ વર્ક કરનાર ની કોઈ કદર જ કરવામાં આવતી નથી.અહિયાં બિઝનેસ માટે ૧૦૦ કરોડ ની લોન મળી શકે છે, પણ કળા કે રિસર્ચ વર્ક માટે ૧૦૦ રૂપિયા ની પણ સગવડ કે સુવિધા નથી મળતી.

             ઉપરાંત દર વર્ષે નવી નવી પ્રાઇવેટ કોલેજો ને મંજુરી આપે છે ને એન્જીન્યરીંગ ની સીટો વધારે છે. હાલ ના સમય માં ઘણી કોલેજો તો એવી છે કે જ્યાં વર્નીયરકેલીપર નથી હોતા કે કોઈ પણ લેબોરેટરી પણ નથી હોતી.૨૦૧૦ થી ગુજરાત માં દર વર્ષે ૧૦,૦૦૦ થી પણ એન્જીન્યરો બહાર પડે છે.(તેમાંથી ૫૦% થી વધુ તો ગધેડા જેવા એન્જીન્યરો હોય છે) જેમાંથી ખુબજ ઓછા પોતાનું કેરિયર તે દિશા માં બનાવી શકે છે.  દર વર્ષે કલા માં પારંગત એવા ૧૦ થી ૧૨ વ્યક્તિ ને રાષ્ટ્રપતિ ના હસ્તે એવોર્ડ આપવા માં આવે છે,જેમાં ૫ થી ૬ તો હર એક વર્ષે રીપીટ થતા હોય છે.

         ટૂંક માં ઈનશોર્ટ માં કહું તો આપણી પાસે કરદીર્દી અને સફળ કેરિયર કે ભવિષ્ય બનાવવા માટે ઘણી બધી તકો અને આપણામાં ખુદ માં એવા ઘણા હુનરો,અને કૌશલ્યો રહેલી છે તેને વિકસાવવા ની જરૂર છે…….નહિ કે સમાજ ના વલણ ને અનુરુપી ને આવા ગાડરિયાપ્રવાહ તરફ ખેંચવાની….

-: હાર્દિક વસોયા :-

♥ મોમ,માં,મમ્મી=સહનશીલતા ♥

[યારો ‘માં’ વિષે તો શું લખવું??? પૃથ્વી પર નું એ એક એવું દિવ્ય તત્વ છે કે જેના વિશે કદાચ સાહિત્ય ના ઢગલાબંધ પુસ્તકો લખીએ તો પણ ઓછા પડે.માતા ની મમતા ને કંડારવી અઘરી વાત છે.પરંતુ મને હમણાં ના દિવસો માં મોમ (આપણા આ ટ્રાજેક્સન ના યુગ પ્રમાણે “માં” ને મોમ કહેવું મને ગમે છે એટલે મોમ જ ઉચ્ચારીશ) ની સહનશીલતા નો પડછયો મારા વિચારો પર પડ્યો હોય તેવું મને લાગ્યું એટલે પછી માં ને સહનશીલતા સાથે સરખાવવાનું મન થયું. થોડી ટ્રાય કરીશ કે સરખામણી સારી રીતે કરી શકું.]

                         આમ જોવા જઈએ તો આપણા માટે માતાની સહનશીલતા નો પ્રથમ તબક્કો જયારે આપણે તેના ઉદર માં આકાર લેતા હોઈએ છીએ ત્યારથીજ શરુ થાય છે. આપણા સમાજની રૂઢિચુસ્તતા અને ગેરસમજ ને લીધે ત્યારથીજ તેને આ સમાજ ના  પુત્રજન્મ ના વેણાં ટોણા સહન કરવા પડે છે.ત્યાર પછી આ સહનશીલતા ની ઝરણું સતત નવ મહિના સુધી ચાલે છે. આ નવ મહિના દરમ્યાન તેને ઘણું બધા માનસિક અને શારીરિક વિઘ્નો સહન કરવા પડતા હોય છે.અંતે પ્રસુતિ સમય ની વેદના નો સમય આવે છે. આહાં! આ વેદનાની તો શું વાત કરવી…. એક જીવ માંથી બીજો જીવ છુટો પાડવો એટલે કઈ એ નાની માંના ખેલ નથી.એ સમયે આપણી માતા કદાચ આપણા માટે તેના જીવન ની સૌથી વધારે સહન કરાતી મોમેન્ટસ હશે.પછી આપણા બાળપણ ની અને આપણ ને સાચવવાની સંપૂણ જવાબદારી આપની માતા પર આવે છે.એ સમયે જો સયુંકત કુટુંબ માં રહેતા હોઈએ તો ઘરકામ કરવાની જવાબદારી પણ કદાચ એના પર આવે છે.ઘરકામ કરતા કરતા પણ તે બધું સહન કરી ને પણ આપની સારસંભાળ રાખવામાં જરા પણ પાછીપાની કરતી નથી.ત્યાર પછી આપણી સ્કુલે એ જવાની ઉમર થાય એટલે આપણને સ્કુલે લેવા મુકવાનું કામ પણ તેનેજ કરવાનું હોય છે.ત્યાર પછી આપણા હોમવર્ક નું ટેન્સન આપણા કરતા પણ વધારે તેને હોય છે.આ તેની માનસિક સહનશક્તિ દર્શાવે છે.

                        માતા ને અને સહનશીલતા ને એક મેક ના સમાનાર્થી  શબ્દ ગણી શકાય. આપણી ખુશી માટે પોતાનું સર્વસ્વ ત્યજી દેવા માટે આપની જિંદગી માં “માં” એક જ તૈયાર થાય. અને આમતો મોટા ભાગે આપણે બધા નાનપણ માં ‘તોફાની ટોળકી’ ના સદસ્ય જ હોઈએ, એટલે ત્યારે પણ બહાર થી આવતી આપણી ફરિયાદો પણ મમ્મીજ સહન કરે છે.જો એ જગ્યા પર પપ્પા હોય તો પેલા એક ચડાવી દે. (આવો અનુભવ લગભગ બધાને થયો જ હશે.) અત્યાર ના સમય ની આધુનિક મમ્મીઓ તો પોતાની નોકરી ની સાથે સાથે પણ પોતાના બાળક ની સારસંભાળ માં કઈ પણ કચાચ રાખતી નથી. તે પણ તેના ઘર અને નોકરી ની વચ્ચે ખુબજ સહન કરી ને બાળક ને સારા સંસ્કારો,પ્રેમ,હુંફ,અને લાગણી સાથે દુનિયા ના નિયમો ને સમજાવે છે.મારા મતે મોમ જો આપણી માટે આટલું બધું સહન કરતી હોય તો આપણો પહેલો પ્રેમ પણ મોમ જ હોવી જોઈએ.

                  પરંતુ આજ ના આ ઘોરકળયુગ માં ઘણા પુત્રો ના કહી શકાય તેવા રાક્ષ્સ જેવા  કુપુત્રો માતા ને નોકરાણી ની જેમ રાખે છે અને તેની સાથે નાલેશીભર્યું વર્તન કરે છે અને એની પાસે ઓર્ડર ઠોકાવી ને કામ કરાવે છે. ઈશ્વર તેવા કુપુત્રો ને સ્ત્બુદ્ધિ આપે તેવી પ્રાથના કરીએ.

                      ટૂંક માં આપણ ને દેહ માંથી દેહ આપી ને જીવ માંથી જીવ છૂટો કરી ને આપણી માટે એની જિંદગી માં ડગલે ને પગલે સહનશીલતાની સીડી ચડતા ચડતા આપણને દુનિયા ના દરેક સુખ ની અનુભૂતિ કરાવે તે માતા ના હ્રદય કે દિલ ને ઠેસ ના પહોચવાડવી જોઈએ.અને જયારે આપણે આપણા પોતાના પગભર થઈએ ત્યારે માતા ના અધૂરા સપના ને પુરા કરવા જોઈએ અને તેને નિવૃત્તિ આપવી જોઈએ.અને જો આપણને ત્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો માં જ આપણે રસ્તો બતાવશે અને મદદ કરશે.તે વાત નીચે ની એક ૯૭ વર્ષ ની ચાઈનીજ માં ની પેરેલીસીસ ની બીમારી થી પીડાતા પોતાના ૬૦ વર્ષ ના દીકરા પ્રત્યે ની મમતા પર થી ખબર પડે છે.

             મમ્મીએ નીચે થી સાદ પડ્યો હવે જવું પડશે સોરી, આવી સ્નેહસભર વાત પછી ક્યારેક પાછી કરીશ.  માતૃદેવો ભવ:

                                                -:હાર્દિક વસોયા:-

“પ્રેમરોગ”

( જેને પ્રેમ નામ ના શબ્દમાત્ર થી દુશ્મની હોય, તેને લગભગ આ સમજાય નહી તો માફ કરજો કેમ કે તમેં એક દિવસ એ શબ્દ ના પાકામિત્રો જરૂર બનશો જ એટલે દુશ્મન નો પત્ર સમજી ને વાચી લેજો.)

ઘણા દિવસ થી કંઇક લખવા નું મન થતું હતું.અને વિચારતો હતો કે શું લખવું પણ હમણાં મારી કંઇક હાલત એવી છે કે આ સાલી પ્રેમ વિશે જ વિચારધારા ચાલતી હોય છે એટલે પછી પ્રેમ વિશે લખવાનું ઉચિત સમજ્યું.

                                                

             “પ્રેમ” આહા!!!હા!!!!! કેવો શબ્દ છે.સંભાળતા ની સાથેજ ગળ્યો લાગી જાય.[ઘણા ને કડવો લાગતો હશે.પરંતુ કડવું આપણા સ્વાસ્થ્ય માટે ઉતમ છે એટલે જીભ સાથે થોડો ઘસી ને ગળા નીચે ઉતારજો.] આમ તો એને શબ્દો મા કંડારવો એ ખુબ મુશ્કેલ છે પણ તેને ચોક્કસ પ્રમાણે અનુભવી શકાય છે.અત્યારે હું પ્રેમ વિશે લખી રહ્યો છું ત્યાં સુધીમાં તો હજારો નહી પરંતુ કરોડો વસ્તુ તેના વિષે લખાઈ ચુકી હશે.છતાં આપણે જો દુનિયા ની બધીજ ભાષાઓ ની ડીક્ષનરી નો અભ્યાસ કરીએ તો કોઈપણ જગ્યાએથી પ્રેમ ની વ્યાખ્યા મેળવવી ખુબ અઘરી છે.એના પર થી મારું માનવું એવું છેકે આ વર્લ્ડ મા દરેક માનવી ના દેખાવ અને સ્વભાવ અલગ અલગ હોય તેમ જ એ દરેક વ્યક્તિના મતે ‘પ્રેમ’, ‘પ્રેમ ની ફીલિંગ્સ’, ‘પ્રેમ ના મુલ્ય’ અલગ અલગ હોય છે. પરંતુ મારા મતે અત્યારે પ્રેમ એટલે કોઈના જવાબ ની આશા રાખ્યા વગર એને અનહદ ચાહવું. અને આ મોર્ડન પીરીયડ પ્રમાણે ‘હગીસ’ અને ‘કિસો’ ની આશા રાખ્યા વગર એને અનહદ ચાહે તો એને ‘ચ્ચચો પ્રેમ’ કહી શકાય.

                             

          મારે અહિયાં યુવાનોના હ્રદય માંથી જાગી નીકળતા પ્રેમ ની વાત કરવી છે મિત્રો, આમ તો યુવાની મા આવ્યા પછી કોઈ વ્યક્તિ એવો નહી હોય કે જેને તેની યુવાવસ્થામાં આ રોગ લાગુ ના પડ્યો.અને જો પૂરેપૂરો લાગુ ના પડ્યો હોય તો તેનો થોડોઘણો ચેપ તો લાગ્યોજ હોય,(પૂરે પૂરું ૧૦૦% સત્ય.). આપણા ઘણા રૂઢીચુસ્ત વડીલો ભલે આપણ ને સમજાવતા કે આ બધા અવળી લાઈનના ધંધા છે.પણ ‘નળિયા ગણવા’ ને ‘ફિલ્ડીંગ ભરવી’ એ એના જમાના ના જ રુઢિપ્રયોગો છે. એટલે એ વાત પર થી ખબર પડે કે આ ‘પ્રેમ રોગ’ એ સદીયો થી ચાલતો આવ્યો છે.અને આજદિન સુધીમાં તેની કોઈ મેડીસીન બાર પડી નથી.પણ આયુર્વેદિક ઉપચાર ચાલે છે.{લાંબા સમયે રાહત થવી હોય તો થાય……. અને અપના સમય પ્રમાણે હજી શરૂઆત જ છે.(મોજ કરી લ્યો)}.

આમ તો યુવાની મા બંને બાજુ આવી લાગણી નો ઉદભવ થતો હોય છે. અત્યાર ના સમય પ્રમાણે આ એકતરફી લાગણી હમેશા છોકરા તરફ થી થાય છે. છોકરા ને આ પ્રેમરોગ લાગે એટલે પછી દવાખાનાનાં (સમજી જાવ હવે) ધક્કા શરુ થાય. શરૂઆતમાં ડોક્ટર સાથે ની સીધી એપોઇન્ટમેન્ટ નાં મળે એટલે નર્સોની(અલ્યા હવે એની બેનપણીઓ) ની મુલાકાત-મિટીંગો થાય અને જો નર્સો સારી હોય તો ડોક્ટર ને વાત કરે. એટલે હવે બધો આધાર ડોક્ટર ઉપર હોય છે. દવા આપે તો પછી સમજવાનું કે ડોક્ટરને પણ ચેપ લાગ્યો.. (ધ્યાન ખોટી ડીગ્રી વાળા ડોક્ટર હોય તો એની પાસે ચેપ નાં લાગે તેની ૨-૩ દવા હોયજ). એટલે ડીગ્રી તપાસી લેવી….અને જો ડોક્ટર ફાઈલ(કેસ) હાથ મા ન લે તો સમજવું ભાઈનાં માટે તે રોગ અતિગંભીર થઈ જાય. ત્યારે પેલી નર્સો થોડીઘણી રાહત ની દવા આપે…..

{[( ભાઈ હું અહિયાં ‘ચ્ચચાપ્રેમરોગીઓ’ ની વાત કરું છું. નહિ કે “તું નહિ તો કોઈ ઓર સહી” વાળા લુખ્ખા,મવાલીનાં..)] હું તો “તું નહિ તો તેરી યાદે સહી” વાળા ની વાત કરું છું}

                                                          

        આમ યુવાનો ની પ્રેમ ગાથા શરૂ થાય છે.પણ હું તો યુવાનીમાં ડગલું માંડતો પ્રેમરોગી છું.મારી સાથે ઉપર જેવો જ બનાવ બન્યો છે.અને મારી ફાઈલ લઈ ને નાં, પડવાની તો અલગજ વાત છે પણ તેણે તો મારી આખી ફાઈલ જ ફાડી નાખી છે… એટલે હવે હું દર્દ પર મીઠું ભભરાવી ને પ્રેમ વિશે અત્યારે કઈ વધુ કેવા નથી માંગતો………………… પણ પછી પાછળ લાગણી ઉભરાશે તો ક્યારેક ફરી સોક્કસ વાત કરીશ…..      અલવિદા……

                                                                :-: હાર્દિક વસોયા:-:

…………અમે એકલા કહેવાઈએ…….( સ્પેશ્યલ 4 મિકેનીકલ)

 હું મિકેનીકલનો વિદ્યાર્થી છું એટલે આજે મને અમારી વ્યથા વર્ણવવા નું મન થયું…. આમ તો મિકેનિકલ એ લાઈન ના મરાય તેવી લાઈન છે. એમાં કોઈ છોકરી તો ભાગ્યેજ જોવા મળે છે. અને જો જોવા મળે તો તે જોવાલાયક નથી હોતી.અને મોટા ભાગ ના મિકેનીકલ ના છોકરાઓ ગર્લફ્રેન્ડ બનાવવા માટે કોમ્પ્યુટર બાજુ ફાંફા મારતા હોય છે. અને હમણાં તો મારે  પણ ફાંફા મારવા પડે છે. આજે હું મારું મેસેજ બોક્ષ વાંચતો તો ત્યાં અચાનક એક સરસ કવિતા અમારા માટે ની મળી ગઈ

”ના કોઈ માલ અમારો,અમે એકલાજ બધે જઈએ.

લુખાની જેમ ફરતા અમે સિંગલજ કહેવાઈએ.

ગર્લફ્રેન્ડની તો વાતજ છોડો ખાલી ફ્રેન્ડ પણ નથી અમારી,

લાગે છે કોલેજ લાઈફ આમજ જતીરહેવાની,

બીજા ના સેટિંગ જોઈ જોઈ જીવ અમારો બાળીયે,

લુખાની જેમ ફરતા અમે સિંગલજ કહેવાઈએ.

છોકરીયું ના નિત નવા નામ પાડીએ,

પેલી તારી ને,આ મારી કહીને દુરથીજ મન માનવીએ,

કોલેજ મા ભણતા અમે બજરંગદળ કહેવાઈએ,

લુખાની જેમ ફરતા અમે સિંગલજ કહેવાઈએ.”

 

 
મારા મિકેનિકલ ના ભાઈઓ ને ગમ્યું હોય તો મહેરબાની કરી ને કોમેન્ટ આપજો….

 

નવી શરૂઆત

ઉફ્ફ્ફ્ફફ્ફ્ફ્ફ  હાશ!!!
આ સાલી ટેન્શન ના બોજારૂપી પરિક્ષા પૂરી થઇ. અને ઘણા દિવસ થી ઈચ્છા થતી તી કે બ્લોગ લખવાની શરૂઆત કરવી છે. પણ જયારે  કંઈક નવું કરવું હોય ત્યારે નવી વિચાધારા અને લોકો ના સાથ ની જરૂર પડે છે.

પણ નવી શરૂઆત કરવી તે કામ તો બોવજ અઘરું છે.એનું  દ્રષ્ટાંત આપું તો આમ તો હું એન્જિનિરીંગ નો વિદ્યાર્થી છું એટલે એન્જિનિરીંગ ફિલ્ડ માં હશે તેને ખબર હશે કે આખું સેમેસ્ટર જલસા કરવા ના અને પરિક્ષા નજીક આવે ત્યારે જ વાચવાની શરૂઆત કરવાની હોય. પણ હવે વાંચવાની “શરૂઆત” કરવાની હોય ત્યારે બધાને એવાજ વિચારો આવે કે કાલથી………..

આવી શરૂઆત કરવાનું કામ અઘરું છે પણ અશક્ય નથી તેમ માની ને આની શરૂઆત કરું છું….. મારી આ નવી શરૂઆત ઘણા ને ગમશે અને જેટલાને ગમશે તેનાથી વધારે ને નય  ગમે  પણ મારે તેની સાથે કશું પણ લેવા દેવા નથી…

મારો પરિચય

                કહેવા માટે તો હું  એન્જિનિરીંગ  ના છેલ્લા વર્ષ માં છુ. પરંતુ મને એવું લાગે છે કે મારા અને એન્જિનિરીંગ ના જબરદસ્તી થી  અરેન્જ્જ મેરેજ થયા છે, પણ હું તો આર્ટસ અને લેખન  ને જ પ્રેમ કરું છુ. પરંતુ હવે  શું  થાય??  ભાઈ કરેલું તો ભોગવવુંજ  પડે ને , એટલે હવે લગ્ન કર્યાજ છે તો  જેવી તેવી રીતે નિભાવું છુ. પણ આ દિવસો માં મારો પ્રેમ ખુબજ વધતો જતો હતો  એટલે  પછી  આ લેખન સાથે પાછુ લફડું થઇ ગયું.

સાથે સાથે

હમણાં તો કઈ ખબર જ નથી પડતી કે જયારે હું ફ્રિ થાવ છુ ત્યારે  મગજ માંથી લેખન ને લગતા  કંઈક ને કંઈક  નવા વિચારો આવતા રહે છે. અને મારું સપનું પણ કંઈક એવું છે કે એન્જીનીર ના વિશાળ વટ વૃક્ષ ની સાથે લેખન  માં પણ  નાનો છોડ ઉગાડું. પણ મને એવું લાગે છે કે એ સપના ના બીજ તો રોપાઈ ગયા છે પણ એમાંથી હવે ક્યારે કુંપણ ફૂટશે અને તેમાંથી એક નાના છોડ નું સર્જન થશે અને જે ફળરૂપી નવા વિચારો ક્યારે  પેદા કરશે તે મને નથી ખબર પણ એ કુંપણ ને ખીલવા માટે મારે પાણીરૂપી સાથની જરૂર છે.
એ માટે મને મારા ભગવાન તો સાથ આપશે. તમને સારું લાગે તો આપજો ,
નહીતર પ્રેમગલી  માં આવી મારી સાથે આલુપુરી ખાજો…………