Archives

‘તમે’ પણ…..

“જાગેલી લાગણીઓ ને ફરી સુવડાવી ને તમે,
ધબકતા હૃદય ને ફરી ધીમું પાડ્યું ને તમે,
આનંદ ના ઉછાળા ને ફરી નીચે પડ્યો ને તમે,
પૂછે “લવલી” કહેતા તો જાવ ગુનો અમારો
કેમ માંડકરી જોડાયેલા સંબંધ ને તોડ્યો તમે???”

                                 ::હાર્દિક વસોયા:: <લવલી>

‘રમત તમારી અમારી’

નજર થી નજર મળી તમારી ને અમારી,
છવાણું હલકું સ્મિત મુખ પર તમારી ને અમારી,
બસ ત્યારે હૃદય માં વહેવા લાગી લાગણી તમારી,
બસ હવે ઉતાવળ થાય છે ફરી મિલન ની ,
તમારી ને અમારી..

::હાર્દિક વસોયા::<લવલી> મારી સ્વપ્ન ની રાજકુમારી માટે…પ્રિયા જસ્ટ ફોર યુ

“હું”

આજે જૂની લાગણી સાથે જોડાણો હું,
સબંધો ની આ બનાવટ માં ફસાણો હું,
આટલી બધી કલાકો પછી પણ હૃદય ડબલ સ્પીડ થી ધબકી રહ્યું છે,
બસ હવે તૈયાર છું તારી લાગણી ની સાથે હું.

♥ મોમ,માં,મમ્મી=સહનશીલતા ♥

[યારો ‘માં’ વિષે તો શું લખવું??? પૃથ્વી પર નું એ એક એવું દિવ્ય તત્વ છે કે જેના વિશે કદાચ સાહિત્ય ના ઢગલાબંધ પુસ્તકો લખીએ તો પણ ઓછા પડે.માતા ની મમતા ને કંડારવી અઘરી વાત છે.પરંતુ મને હમણાં ના દિવસો માં મોમ (આપણા આ ટ્રાજેક્સન ના યુગ પ્રમાણે “માં” ને મોમ કહેવું મને ગમે છે એટલે મોમ જ ઉચ્ચારીશ) ની સહનશીલતા નો પડછયો મારા વિચારો પર પડ્યો હોય તેવું મને લાગ્યું એટલે પછી માં ને સહનશીલતા સાથે સરખાવવાનું મન થયું. થોડી ટ્રાય કરીશ કે સરખામણી સારી રીતે કરી શકું.]

                         આમ જોવા જઈએ તો આપણા માટે માતાની સહનશીલતા નો પ્રથમ તબક્કો જયારે આપણે તેના ઉદર માં આકાર લેતા હોઈએ છીએ ત્યારથીજ શરુ થાય છે. આપણા સમાજની રૂઢિચુસ્તતા અને ગેરસમજ ને લીધે ત્યારથીજ તેને આ સમાજ ના  પુત્રજન્મ ના વેણાં ટોણા સહન કરવા પડે છે.ત્યાર પછી આ સહનશીલતા ની ઝરણું સતત નવ મહિના સુધી ચાલે છે. આ નવ મહિના દરમ્યાન તેને ઘણું બધા માનસિક અને શારીરિક વિઘ્નો સહન કરવા પડતા હોય છે.અંતે પ્રસુતિ સમય ની વેદના નો સમય આવે છે. આહાં! આ વેદનાની તો શું વાત કરવી…. એક જીવ માંથી બીજો જીવ છુટો પાડવો એટલે કઈ એ નાની માંના ખેલ નથી.એ સમયે આપણી માતા કદાચ આપણા માટે તેના જીવન ની સૌથી વધારે સહન કરાતી મોમેન્ટસ હશે.પછી આપણા બાળપણ ની અને આપણ ને સાચવવાની સંપૂણ જવાબદારી આપની માતા પર આવે છે.એ સમયે જો સયુંકત કુટુંબ માં રહેતા હોઈએ તો ઘરકામ કરવાની જવાબદારી પણ કદાચ એના પર આવે છે.ઘરકામ કરતા કરતા પણ તે બધું સહન કરી ને પણ આપની સારસંભાળ રાખવામાં જરા પણ પાછીપાની કરતી નથી.ત્યાર પછી આપણી સ્કુલે એ જવાની ઉમર થાય એટલે આપણને સ્કુલે લેવા મુકવાનું કામ પણ તેનેજ કરવાનું હોય છે.ત્યાર પછી આપણા હોમવર્ક નું ટેન્સન આપણા કરતા પણ વધારે તેને હોય છે.આ તેની માનસિક સહનશક્તિ દર્શાવે છે.

                        માતા ને અને સહનશીલતા ને એક મેક ના સમાનાર્થી  શબ્દ ગણી શકાય. આપણી ખુશી માટે પોતાનું સર્વસ્વ ત્યજી દેવા માટે આપની જિંદગી માં “માં” એક જ તૈયાર થાય. અને આમતો મોટા ભાગે આપણે બધા નાનપણ માં ‘તોફાની ટોળકી’ ના સદસ્ય જ હોઈએ, એટલે ત્યારે પણ બહાર થી આવતી આપણી ફરિયાદો પણ મમ્મીજ સહન કરે છે.જો એ જગ્યા પર પપ્પા હોય તો પેલા એક ચડાવી દે. (આવો અનુભવ લગભગ બધાને થયો જ હશે.) અત્યાર ના સમય ની આધુનિક મમ્મીઓ તો પોતાની નોકરી ની સાથે સાથે પણ પોતાના બાળક ની સારસંભાળ માં કઈ પણ કચાચ રાખતી નથી. તે પણ તેના ઘર અને નોકરી ની વચ્ચે ખુબજ સહન કરી ને બાળક ને સારા સંસ્કારો,પ્રેમ,હુંફ,અને લાગણી સાથે દુનિયા ના નિયમો ને સમજાવે છે.મારા મતે મોમ જો આપણી માટે આટલું બધું સહન કરતી હોય તો આપણો પહેલો પ્રેમ પણ મોમ જ હોવી જોઈએ.

                  પરંતુ આજ ના આ ઘોરકળયુગ માં ઘણા પુત્રો ના કહી શકાય તેવા રાક્ષ્સ જેવા  કુપુત્રો માતા ને નોકરાણી ની જેમ રાખે છે અને તેની સાથે નાલેશીભર્યું વર્તન કરે છે અને એની પાસે ઓર્ડર ઠોકાવી ને કામ કરાવે છે. ઈશ્વર તેવા કુપુત્રો ને સ્ત્બુદ્ધિ આપે તેવી પ્રાથના કરીએ.

                      ટૂંક માં આપણ ને દેહ માંથી દેહ આપી ને જીવ માંથી જીવ છૂટો કરી ને આપણી માટે એની જિંદગી માં ડગલે ને પગલે સહનશીલતાની સીડી ચડતા ચડતા આપણને દુનિયા ના દરેક સુખ ની અનુભૂતિ કરાવે તે માતા ના હ્રદય કે દિલ ને ઠેસ ના પહોચવાડવી જોઈએ.અને જયારે આપણે આપણા પોતાના પગભર થઈએ ત્યારે માતા ના અધૂરા સપના ને પુરા કરવા જોઈએ અને તેને નિવૃત્તિ આપવી જોઈએ.અને જો આપણને ત્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો માં જ આપણે રસ્તો બતાવશે અને મદદ કરશે.તે વાત નીચે ની એક ૯૭ વર્ષ ની ચાઈનીજ માં ની પેરેલીસીસ ની બીમારી થી પીડાતા પોતાના ૬૦ વર્ષ ના દીકરા પ્રત્યે ની મમતા પર થી ખબર પડે છે.

             મમ્મીએ નીચે થી સાદ પડ્યો હવે જવું પડશે સોરી, આવી સ્નેહસભર વાત પછી ક્યારેક પાછી કરીશ.  માતૃદેવો ભવ:

                                                -:હાર્દિક વસોયા:-