Archives

એન્જીન્યરો….૨૦૨૦માં. આપણું બેકાર ભવિષ્ય.

(૨૦૨૦ માં એક છોકરા ને છોકરી ના અરેંજ મેરેજ ના સેટીંગ વખત ની બન્ને ના પિતાજી વચ્ચે ની વાતચીત)

છોકરા ના બાપા: અમારી પાસે બધું છે.નામ,શોહરત,ઈજ્જત,પૈસા બધુજ છે.તમારી છોકરી સાથે મારાછોકરા નુ પાકું સમજુ??

છોકરી ના બાપા: બધુજ બરોબર પણ છોકરા નું ક્વોલિફિકેશન શું છે??

છોકરા ના બાપા: B.E એન્જીન્યર છે….
છોકરી ના બાપા: તો રહેવા દયો. હમણાં અમારે મેરેજ કરવાનો કોઈ પ્લાન નથી….

          ઉપર ના આ વાતચીત પર થી એતો સમજાયજ આવે છે કે ૨૦૨૦ ની સાલ માં લગભગ એન્જીન્યરો ની હાલત થોડી ફફોડી હશે. હાલ ના સમય માં આપણા સમાજ માં ગાડરિયા પ્રવાહ ની જેમ એન્જીન્યરીંગ માં એડમીશન લેવાય રહ્યું છે. અત્યારે આપના સૌરાષ્ટ્રીયન સમાજ ના કોઈ પણ ૧૫ વર્ષ ઉપરના બાળક ના પિતા ને પૂછવા માં આવે કે ‘તમારા છોકરો શું કરે છે?’ મોટા ભાગે ૧૨ સાઈન્સ અથવા ડીપ્લોમાં એન્જીન્યરીંગ કહેશે તે બેશક ની વાત છે.અને આગળ પૂછીએ કે ‘તમારા છોકરા ને ૧૨ સાઈન્સ પછી શું કરાવવા ના છો??’ ૯૯% પાસે થી એકજ જવાબ મળશે એન્જીન્યરીંગ……. ઉપરાંત આપણા સમાજ ના કોઈ પણ એક પરિવાર માં સર્વે કરવા માં આવે તો ઘરે ઘરે અત્યારે એક થી વધારે એનજીન્યરો બની ગયાછે અથવા બની રહ્યા છે.

            આપણા સમાજ માં મોટા ભાગે ઉપરની પરિસ્થિતિ નું સર્જન થઈ રહ્યું છે ત્યારે આપણ ને ચોક્કસ એક સવાલ તો થાયજ કે બધા એન્જીન્યર અને ડોકટરો બનશે તો ભવિષ્ય માં શિક્ષિત બેરોજગારી નો આંક ખુબજ મોટો આવશે. મારા ઘણા મિત્રો ઉપરાંત હું પણ આ એન્જીન્યરીંગ માં ગાડરિયા પ્રવાહ ની માફકજ ખેચાઈ ને આવ્યો છું. ખેર મારી વાત છોડો મારા ઘણા બધા મિત્રો એવા છે કે જે સારા માં સારા પેઈન્ટર, ફેશન ડીઝાઇનર,સારા ગાયક,સફળ સંગીતકાર,ડાન્સર અને બીજી સો મેંની એક્ટીવીટીમાં,(જો એ ફિલ્ડ માં ગયા હોત તો) કુશળ બની શકે તેમ હતા.. પણ આપણા સમાજ માં અતિ આધુનિકતા ઘર કરી કરી ગઈ છે, જેના કારણે આપણું જ ભાવી બરબાદી ને બેકારી તરફ ધકેલાય રહ્યું છે.

             મારા મતે બીજું તો આમાં આપણી ગંદી સરકાર અને કાદવ ના કીચડ સમું આ રાજકારણ પણ એમાં પૂરે પૂરો ભાગ ભજવે છે. અહિયાં કલા કે રિસર્ચ વર્ક કરનાર ની કોઈ કદર જ કરવામાં આવતી નથી.અહિયાં બિઝનેસ માટે ૧૦૦ કરોડ ની લોન મળી શકે છે, પણ કળા કે રિસર્ચ વર્ક માટે ૧૦૦ રૂપિયા ની પણ સગવડ કે સુવિધા નથી મળતી.

             ઉપરાંત દર વર્ષે નવી નવી પ્રાઇવેટ કોલેજો ને મંજુરી આપે છે ને એન્જીન્યરીંગ ની સીટો વધારે છે. હાલ ના સમય માં ઘણી કોલેજો તો એવી છે કે જ્યાં વર્નીયરકેલીપર નથી હોતા કે કોઈ પણ લેબોરેટરી પણ નથી હોતી.૨૦૧૦ થી ગુજરાત માં દર વર્ષે ૧૦,૦૦૦ થી પણ એન્જીન્યરો બહાર પડે છે.(તેમાંથી ૫૦% થી વધુ તો ગધેડા જેવા એન્જીન્યરો હોય છે) જેમાંથી ખુબજ ઓછા પોતાનું કેરિયર તે દિશા માં બનાવી શકે છે.  દર વર્ષે કલા માં પારંગત એવા ૧૦ થી ૧૨ વ્યક્તિ ને રાષ્ટ્રપતિ ના હસ્તે એવોર્ડ આપવા માં આવે છે,જેમાં ૫ થી ૬ તો હર એક વર્ષે રીપીટ થતા હોય છે.

         ટૂંક માં ઈનશોર્ટ માં કહું તો આપણી પાસે કરદીર્દી અને સફળ કેરિયર કે ભવિષ્ય બનાવવા માટે ઘણી બધી તકો અને આપણામાં ખુદ માં એવા ઘણા હુનરો,અને કૌશલ્યો રહેલી છે તેને વિકસાવવા ની જરૂર છે…….નહિ કે સમાજ ના વલણ ને અનુરુપી ને આવા ગાડરિયાપ્રવાહ તરફ ખેંચવાની….

-: હાર્દિક વસોયા :-