Archives

કવિ અટવાણો શબ્દો ની ભરમાળ માં..

જયારે તપાસતો હું ગુણ બીજાના,

ત્યાજ ભરાય જાય ગૂણ મારા ભૂલો ની.

ઘણીવાર મળે કલા પર ડામ મને,

ત્યારેજ તો મળે કલા ના દામ મને.

જયારે બનું છુ હું કલા પ્રત્યે કઠોર,

ત્યારે જ ઘરે રંધાય છે કઠોળ.

ઘણા તો હાળા જોતા લાગે કૃતજ્ઞ,

પણ તપાસો તો નીકળે સાલા કૃતઘ્ન,

અટવાતો હું ભૂતચક્ર ના જીન માં,

ત્યાજ બાપા વેચવા જાય કપાસ જિન માં.

અટવાણો જ્યોતિષી ના હું ગ્રહ માં,

કવિતા લખતા પડી ભાંગ્યો હું ગૃહ માં.

કહેવાવા લાગ્યો છું હું, કવિ આખી દુનિયા માં,

છતાં, કવિ થઈને ને અટવાણો હું શબ્દોની ભરમાળ માં……

::હાર્દિક વસોયા:: <લવલી>

‘તનેજ ચાહું છું’

તારી એ થર્ડ ફ્લોર પર ની ‘ચાલ’ ને ચાહું છું.
તારા હાથ ના એ સુંવાળા ‘સ્પર્શ’ ને ચાહું છું.
તારી એ ‘તિછરી’ ને ચાહું છું.
તારા એ અમૃત સમા ‘આંસુઓ’ ને ચાહું છું.
તારી એ મૃદુલ ‘વાત’ ને ચાહું છું.
તારા એ ચંચલ ‘મન’ ને ચાહું છું.
તારી સપનાની એ ‘મુલાકાત’ ને ચાહું છું.
દાદર માં થયેલા એ તારા,
ઓચિંતા ‘આભાસ’ ને ચાહું છું.
અંતે, નથી મળેલી એ ‘પ્રેમ ની નજર’ ને ‘તરસું’ છું.
બસ હવે તો તારી ‘નફરત’ થી ‘કંટાળ્યો’ છું,
કેમ કરી કહું કે હું હજી તને એટલીજ ‘અનહદે’ ચાહું છું.
બસ હવે તો ‘તનેજ ચાહું છું’ ‘તનેજ ચાહું છું’….
(મારી લાગણી) “હાર્દ લવલી”

આ સાલું સબમીશન……

{ હમણાં સબમીશન ની સીઝન ચાલી રહી છે. અને આ સબમીશન ના અનુભવો વધતા જાય છે. એટલે આ લેખક ની પેન સબમીશન પર ચાલુ થઈ ગઈ. આવડ્યું એટલું લખ્યું છે સારું લાગે તો લાઈક કરજો નહીતર પ્રેમગલી માં આવી મારી સાથે આલું પૂરી ખાજો….}

ઘેંટા ની જેમ એન્જીન્યરીંગ માં લીધુ આ એડમીશન,

સેમેસ્ટર પત્યું ને પાછુ, આવ્યું આ સાલું સબમીશન.

 

થોડી વાર તો એમજ લાગે કે થઈ રહ્યું છે મગજ નું ઓપરશન,

પણ પછી ખ્યાલ આવે કે આ તો છે મગજનું દહીં કરતુ સબમીશન.

 

કેવું જશે આ સબમીશન એ વિચારી પેલા,ભાઈ ની થોડી ફાટે,

જો જાય સારું તો ક્લાસ બાર ઉભો રહે ગર્લફ્રેન્ડ ની વાટે.

 

આમ લાગે બોરિંગ,આમ લાગે ટાઈમપાસ, વળી પાછુ લાગે ગ્લોબલવોર્મિંગ, પણ જાય ખરાબ તો રીઝલ્ટ પર લાગે આ સબમીશન.

 

અધુરી ફાઈલ ને પૂરી ના કરવા, બનાવવા પડે નીતનવા બહાનાઓ,

સર, આજેજ એકસીડેન થયું એમ કહીને બંધાવવા પડે ખોટા પાટાઓ.

કરીએ લાખ કોશિશ છતાં ના થાય, એ આ સાલું સબમીશન.

 

વાઈવા તો એમ લે કે,જાણે થઈ રહ્યું છે લશ્કર નું મિશન,

કેમ કરી કવ તમને હૈયા ની વેદના કે છે આપનું આ સબમીશન.

 

 

ડ્રોઈંગ સીટુ ને g.c. મરવવા અલગ અલગ જગ્યાએ કઢાવવું પડે કોટેશન.

પછી કરવું પડે રૂપિયા નું એક્જેસ્મેન્ટ,ત્યારે ખબર પડે, છે આ સાલું સબમીશન…..

 

 

ઘાયલ એન્જીન્યર હાર્દિક વસોયા દ્વારા પ્રસ્થાપિત………..

પ્રેમ કરી ગયો

હું ચાહું છું એને,
આજે પણ અને આજેય એનેજ ચાહું છું.
મારા પ્રેમ માં પડવા ના પ્રથમદિવસે હતી એવીજ છે મારી પાસે….
જોતાસાવ નિર્દોષ દિલ,સાવ ટાઢો મગજ..
રીયલમાં કદાચ એવી નોતી.
એ યુનિફોર્મ,
એ ચાલ,
એ જુલ્ફો,
એ થોડી ભૂરી આંખો,
અને એ પેલી તિછરીનજર…..

સાલું, આ બધુજ એની તરફ ખેંચતું હતું,
એટલે જ તો એનો હાથ પકડી ને બેસવુંતું,

બસ આંખને ટાઢક પોહચે ત્યાં સુધી જોઈ શકું એટલેજ,
એને ત્યાં ઉપરથીજ જોઈ રહ્યો હતો.
એ “પ્રેમ”હતો જે કદાચ એ સમજી ના શકી.
બસ જોઈ રહ્યો હતો,
આજેય જોવ છું.
હું એ પળ ને જીતી ગયો,એને પ્રેમ કરી ગયો.
કોઈક ના માટે…….
……hardlovelyyyy…