Archives

ચલતે ચલતે

પૃથ્વી પર મનુષ્ય માટે શક્યતાઓ નો સમુંદર બહુ મોટો છે અથવા તો કહો ને કે એન્ડલેસ છે.
માત્ર આ કારણો થી મને એવું લાગે છે કે મનુષ્ય ક્યારેય સંતોષી જીવ નથી બની શક્યો.
બધા ધાર્મિક આગેવાનો સતત એવુ કહ્યા કરતા હોય છે કે સંતોષ રાખશો તો સુખી થશો. પણ…. સંતોષ શા માટે નથી થતો એના કારણ વિશે ચર્ચા નહી કરે.
માણસ જાત ચાહે તો પણ સંતોષ ના રાખી શકે કારણ કે શક્યતાઓ નાં ઉંડાણ નીચે કુતુહલ હોય છે..સ્વપનો હોય છે..કલ્પનાઓ હોય છે.
હું હજુ આટલા રુપિયા કમાવ તો.??
હું હજુ મોટો આશ્રમ બનાવું તો.??
હું હજુ આ ક્ષેત્ર માં આગળ જાવ તો.??
હું હજુ આમ કરુ તો.??
હું હજુ તેમ કરુ તો.??
ખરેખર અસંતોષ જ જીવન ધબકતુ રાખે છે.

બાળ માનસ પર સ્ત્રી સંવેદના

એક સ્ત્રી સાંજના ૭ વાગ્યાના સમયે એકટીવા પર મેલેરિયાથી પીડાતા પોતાના ૧૩ વર્ષના બાળકને દવાખાનેથી ચેકઅપ કરાવી ને પાછી ફરી રહી હતી. ૭ વાગી રહ્યા હતા અને આજુ બાજુના વિસ્તાર માં ઓફિસે તેમજ કારખાને થી કામ કરી ને ઘણા બધા લોકો પણ ઘરે પાછા ફરી રહ્યા હતા. એકટીવા પર રહેલી એ સ્ત્રી ના ઠાઠમાઠ પર થી એ થોડા અમીર ઘર ની હોય એવી લાગી રહી હતી. તેનો છોકરો એકટીવા ની પાછળ ના ભાગે તેની વ્હાલી મમ્મી ના કમરે હાથ પકડી ને બેઠો હતો, કારખાનાઓ અને ઓફિસો ના બંધ થવાના સમય ને લીધે રસ્તા પર ટ્રાફિક થઈ હતી. અને એકટીવા ની સવારી ધીમા આછા અંધારા માં આગળ વધી રહી હતી.

એ છોકરો દવાખાને થી નીકળ્યા ત્યારનો મૌન બેઠેલો નિરિક્ષણ કરી રહ્યો હતો કે, એની આજુ બાજુ માંથી જેટલા પણ લોકો પસાર થતા હતા તે એની એકટીવા પાસે આવી ને હોર્ન મારી રહ્યા હતા ને એના મમ્મી સામે તાકી તાકી ને જોઈ ને આગળ જતા રહેતા હતા.ઘણા તો જાણી જોઈ ને ફૂલ સ્પીડે સાઈડ કાપી ને એકટીવા ની આગળ સાવ જ ધીમી પાડી દેતા હતા.અને મોટા ભાગ ના પાછળ ફરી ફરી ને પણ એના મમ્મી સામે જોઈ રહ્યા હતા. આ વાત એના મગજ માં, પેન્ટમાં ઘુસેલી કીડી જેવો સળવળાટ કરતી હતી. એના મન માં એનું ઘર આવવા સુધી એ આ પ્રવુતિ જોઈ રહ્યો હતો ને મન માં મે મન માં સવાલ કરી રહ્યો હતો કે બધા કેમ મારા મમ્મી સામે જોઈ રહ્યા હતા??

ઘરે પહોંચતા ની સાથે જ એ નાજુકાઈ થી એના મમ્મી ને સવાલ પૂછી કાઢે છે. “મમ્મી દવાખાને થી છેક ઘર સુધી બધા અન્કલો કેમ તારી સામે તાકી તાકી ને જોઈ રહ્યા હતા??? કેમ મમ્મી તે કઈ ગુનો કર્યો છે?? કેમ મમ્મી આવું કેમ બધા કેમ તારી સામે જોતા હતા?”

મમ્મી સવાલ સાંભળી ને અચંબાઈ જાય છે. શું જવાબ આપવો વિચારે ચડી જાય છે. અને અંતે એટલુજ કહે છે.

“બેટા બધા મારી સામે જોઈ રહ્યા હતા કેમ કે હું એક સ્ત્રી છું. ઉપર જતા ભગવાને મને દેખાવે થોડી સારી બનાવી છે. વધારે તો તું તારા પપ્પા ને પૂછજે એ તારા સવાલ નો જવાબ આસાની થી આપી શકશે કેમ કે એ પણ કોઈ ની કોઈ સામે તો જોતા જ હશે.અને વધુ માં તું થોડો મોટો થા જાતે જ સમજી જઈશ.”

છોકરો કશું બોલતો નથી ખાલી મૌન વિચારો માં ગરકાવ થઈ જાય છે.અને પપ્પા પાસે થી એ જવાબ મળવાની આશા રાખ્યા વગર મોટો થઈ ને જાતે જ સમજી ને જવાબ શોધવા ની જહેમત ઉઠાવે છે.

સોરઠ તારા વળતા પાણી..

સોરઠની ધરાનું એક નાનું ગામ એમાં રહે ‘આપો ભોવન’, બાપદાદાના વારસા માં મળેલી ખેતીથી ઘર થોડું સમૃદ્ધ. બાલબચ્ચામાં બે દીકરી ને એક દીકરો ધરાવે. દીકરાને તો કે’દુનો રૂપિયા કમાવા શે’ર મોકલી દીધો હોય છે. અને એની બે દીકરીઓ માંની એક ૧૯ ની રેખા ને, ૧૬ ની રાધા બન્ને ખેતી કામમાં માહિર, બન્ને એકલી ગાડાજોડી ને ખેતરે જાય,ખેતર ખેડવાથી લઈ ને નિંદણ સુધીના બધા કામોમાં એક્કો હતી .
બે વર્ષ થી પડી રહેલા સારા વરસાદ અને મહેનતુ દિકરીઓને કારણે ભોવાનને ઉપજનો ઢગલો થતો હતો. એમાં વધતા માં શે’ર માં રહેલા છોકરાનો પગાર પણ વધી ગયો હતો. આમ તેની પાસે ખાસ્સી એવી જમા પુંજી ભેગી થયેલી એમાંથી તેણે ૩ મોટા રૂમ અને સવતનતર રહોડા વાળું મોટું મકાન બનાવ્યું હતું. એક રૂમ માં નાના ભાઈ નાગજીનો ઘરસંસારને વચ્ચે ની રૂમ માં રાધા ને રેખા રહેતી અને છેલ્લો રૂમ શેરીની બાજુ માં પડતો એટલે ઓફીસ તરીકે રાખેલો. ખેતી નો માલસામાન ભરવા માટે એક અલગ ભંડારો, સાગ ના લાકડાનું ફરનીચર,ને દિવાલુ માં મોટા મોટા ચોકેચો બેસડાવેલા ને આખા પરા માં બધા થી સારું એવું મકાન ભોવાને ખડકી દીધું તું. ગામ ની છોડિયુંના લગન માં જાન ના ઉતારા પણ ભવાનની ઘરેજ અપાતા.

એક’દી ભોવાન પાય્સા ચડાવીને કુદરતે દીધેલ મોલાદને પાણી પાતો હોય છે. એટએટલા માં એના કવા માંથી પાણી કાઢવાના મશીનનો પટ્ટો તૂટે છે.બપોર ના અગિયારનું ટાણું થ્યું હોય સે. સુરજ બરોબર માથા ઉપર પોગવા નું ટાણું થતું આવતું તું. હજુ ભાતું આવવાનીય ઘણી વાર હતી. એટલે ભોવાન ઈની સાયકલ લઈને પાદર માં ખોડિયાની દુકાનેથી પટ્ટા ના તૂટેલા બટકાના માપ નું નવું બટકું લેવા નીકળે છે. એના ખેતરે થી થોડોજ આગળ પુગે છે ત્યાં એને બાજુના ગામ માંથી એના ગામ ની ઈસ્કુલ માં નોકરી કરતા માસ્તર ભેગા થઈ જાય છે. બન્ને વાતો ના વડા ખાતા ખાતા આગળ વધતા જાય છે. માસ્તર ઘણી વાર રાધા ના હોશિયાર પણાના વખાણ કરે છે ઈ હાંભળી ને ભોવાનની છાતી ગજ ગજ ફૂલી જાય છે.

બન્ને ની સાયકલ સવારી આગળ વધતી જાય છે. એટલા માં તો દુર દુર સામેથી ભોવાનની દીકરી રેખા ભાત લઈ ને આવતી હોય એ માસ્તરની નજર માં ચમકી જાય છે. થોડા આગળ પોગે છે ત્યાં તો ભોવાની આંખે એને સપના માં પણ ના આવે એવું દ્રશ્ય દેખાય સે. એની લાડકી રેખા અને એના શેઢા પાડોશી એવા ગામના સરપંચનો છોકરો કિલકિલાટ કરતા એક બીજા ના હાથ માં હાથ જાલી ને ખડખડાટ દાંત કાઢતા કાઢતા આવતા હોય છે. માસ્તર ની નજર પણ આ સીન પર પડે છે. ભોવાન પોતે જાણે કાય જોયું જ ના હોય શરમથી હેઠું ઘાલી ને સાયકલ ચલાવવા લાગે છે. એટલા માજ ત્યાંથી ગામ તરફ જવાની બીજી કેડી નીકળે છે એ કેડી નો રસ્તો બોવ્જ ખરાબ અને રોદા વાળો હોય એ જાણતો હોવા ચતા ઈ બાજુ સાયકલ વાળી હંકારે છે. માસ્તર એના રુદિયા ની વ્યથા ને સમજી ગયા હોય છે. એ પણ મૂંગા મોઢે કાય પણ બોલા વગર સાયકલ વાળી લે છે.અને ગામનું પાદર આવતાજ મૂંગી મુસાફરી માંથી એકબીજા ને આવજો ના હોંકારા કરી ને માસ્તર એના રસ્તે ને ભવાન ખોડિયા ની દુકાન નો રસ્તો કાપે છે.

આ બનવા બનવાના હજી પુરા તણ દી’ય નોતા થયા ત્યારે એ અઢી દી ની રાતે ઘર ના બધા બહારજ ઓછરી માં ખુલ્લા આકાશ ની નીચે તારોડીયાઓના જગમગાટમાં ને ચંદા ના આછાયા પ્રકાશ માં ખાટલા ઢાળી ને સુતા તા. ત્રીજા દી ‘ની વહેલી સવારે પરોઢના ટાણે અચાનક રાધાની નિંદર ઉડે છે. બાજુ ના ખાટલા માં નજર કરતાજ એ રેખાને ન ભાળ’તા અચરજ પામે છે. તરત જ એનીમાં ને જગાડે છે. એટલા માંતો ભવાન પણ જાગી જાય છે. એજ સમયે નાગજી ને એની વહુ પણ જાગે છે.બધા રેખાને ન દેખતા ને અચંબા માં મુકાઇ જાય છે.
નાગજી એના રૂમની તપાસ કરવા દોડી જાય છે,એના રૂમ માં રેખાની ભાળ મળતી નથી.ભવાન ઓફીસ વાળા રૂમ ને ઝાંખે છે ત્યાં પણ તેના કોઈ સગડ મળતા નથી.એટલા માં રાધા વચ્ચેના એના રૂમ પાસે પોહ્ચે છે. ત્યાં પોહ્ચતાજ ઈ જોવે છે કે દરવાજો આગોળીયો વાસ્યા વગર નો એમજ ખુલ્લો છે.

એ ધડાકા ભેર દરવાજો ખોલે છે. અંદર નજર નાખતાની સાથે જ એ રાડ પાડી ઉઠે છે. રૂમ માં સામેજ રેખાની લાશ પંખાના હુંક સાથે ગળેફાંસો ખાધેલી જુએ છે. એટલા માંતો રાધાની ચીંખ સાંભળી ને ભોવાનને તેની પત્ની, ને નગાજી ને એની વહુ ત્યાં પોગી જાય છે. ગામ માં બધા ની નજરે સારી સુશી ને સંસ્કારી છોકરી તેમજ ગામ માં ઘણા બધા ને આત્મહત્યા કરતા રોકનારી, અને આત્મહત્યા ના વિચારો કરવા વાળાને એક પ્રેરણા પૂરી પડતી રેખાની ગળેફાંસો ખાધેલી લાશની વાત આખા ગામ માં કાનોકાન ફેલાઈ જાય છે. આખું ગામ ભોવાનને ત્યાં ભેગું થઈ ઉઠે છે. રેખાના આમ અચાનક મૃત્યુના શોક થી આખું ગામ ગહેરા શોક માં ગરકાવ થઈ જાય છે. ગામડા માં પોલીસના કબાડા કરવા માટે પણ છેક તાલુકા મથકે લાંબુ થવું પડે એના કારણે આ વાત પોલીસ સ્ટેશન સુધી પોહ્ચતી જ નથી. એ’દી તો આખા ગામ માં હંધાયના ચુલા બંધ રહે છે. બધા ના મોઢે એક જ વાત થાય છે કે આ છોડી તો ક્યારેય આવું પગલું ભરેજ નહી. અચરજમાંને અચરજ માં એની દેનકરીયા ય દેવાય જાય છે.

બાયું ભાયું ને સમજતા ટાબરિયાઓ ને ગામની બધી છોડિયું ના મોઢે એક જ સવાલ હોય છે રેખા એ આવું પગલું કેમ ભર્યું હશે?????

પેલા માસ્તર એની ટરેનીંગ માં તાલુકામથકે ગયા હોય છે, એને ત્યાં રેખા એ ગળેફાંહો ખાધો એવી વાત મળે છે. એ એજ દાડે ગામ માં પાછા ફરે છે. ને ભોવાન ના ઘરે ખરખરો કાઢવા દોડી જાય સે. ત્યાં પોગતા જ એ ભવાનને બધી વાત કેવાનું કે છે પણ ભોવાન એની હારે આંખુ મિલાવી શકતો.અને અનો ભાઈ નાગજીય આંખો મેળવા વગર એ વહેલી સવારની વાત માસ્તર ને કે સે.
માસ્તર ડાળમાં કાળું જોય જાય છે. એને આ ગળેફાંહાની વાત ગળે ઉતરતી નથ. એ ઘરે હાલતી પકડે છે. આખો’દી વિચારો માં ડૂબ્યા પડી ને માસ્તરને એ વાત નો અણસાર આવે છે કે આ છોડીએ તો ગામ માં કેટલીય બાયુંને કુવા માં પડતી બચાવી છે. ગામ ની કેટલીય છોડિયું ને આવું જાતવહોરી લેવાના પગલાના ભરાય એવી વાતો સીખવી સે. આ છોડી આમ ગળેફાંહો તો ખાય જ ન્ય. એટલા માં એને પેલી વાડી ના રસ્તા વાળી વાત યાદે ચડે છે. એ બધું જ સમજી જાય છે.
બીજે દી હવારે એ નીહાળે જાવાને બદલે પેલા સીધા ભોવાન ને ઘેર જાય સે. કાલેજ આવેલા માસ્તર ને આજ પાછા જોય ને ભોવાન મુંજાય સે. માસ્તર જાય છે એ ટાણે તો હજુ કોઈ ખરખરા વાળું આવું નોતું. માસ્તર ભોવાન ને એકલાને એના ઘર માં ઢોર રાખવાના વાડા માં લય જાય છે ને ત્યાં જય ને સીધું જ કહે છે

“ભોવના તે જે કાળી કરતુંસ કરી હોય ઈ મને કય દે નકર હું પોલીસો ના દરવાજા ખખડાવીહ, હું જાણું છું કે રેખા એ ગળેફાંહો ખાધો જ નથ. આમાં તમે ઘર લોકો જ કાક રમત રમી ગયા સો. જે હોય એ મને કે નકર તારા ઘર ની હરાવાટ નથી જોજે”

જેમ કમાન માંથી તીર છૂટે એમ માસ્તર ના મોઢા માંથી નીકળેલા આવા શબ્દો ભોવાન ના કને પડતાજ ભોવાનને આ ધરતી જગ્યા આપે તો સમાય જાવા નું મન હાલે છે. ભવાન ઘડીબેઘડી મૂંગો જ રહે છે. અને આંખલડી માં આવેલા આશ્રું સાથે માસ્તર ને કહે છે

“ભલા માસ્તર સાહેબ, ઓલાદી આપડે જે સાથે જોયેલું એ જોયા પછી મને મારી આબરૂની બોવ ચીન્ત્તા થાતી તી.ગામ માં કમાયેલી મારી ઈજ્ત ની ધજીયા ઉડત એવું લાગતું તું.મે આ વાત રાધા નોતી ત્યારે ઘર માં નાગજીને ને એની વહુ નેને રેખા ની મા ને કીધી. આ વાત હાંભળીને રેખા ની માએ એજ રાતે રેખાને ગળેટુંપો દેવાની વાત કરીને આમ એના મડદા ને પછી પંખા ના હુંકે ટીંગાડી ને બાજુ ના રૂમ માં પડતા બાયણા માંથી નીકળી જાવાનો પલાન કરો. આમ કરવાથી કોઈ ને કાય ખબર ન્ય પડે. બસ એજ મોડી રાતે નાગજી એ રેખા ના મોઢા પર ઓશીકું નાખુંને એની મા એ જ એનું ગળું દબાવી દીધું. પછી અમે જ ભેગા થય ને એને હુંકે લટકાવી ને સુઈ ગ્યા. પણ માસ્તર એ ઘડી થી આજ ની ઘડી સુધી હજી હું હુઈ નથી શકો. મારી વ્હાલી રેખા…..મારી વ્હાલી રેખા……”

જબરા આક્ર્દ સાથે રોતા રોતા ભોવાને માસ્તર ને બધી વાત કરી.

માસ્તર પણ એની આંખો ને કોરી રાખી નો શકા. હવે પોલીસફરિયાદ કરવાથીય કશો ફાયદો નથી. આ સુખી કુટુમ્બ વિખાય જશે ને રાધા ને એકલા અટુલા રેવું પડસે.. આ વાત હમજી ને માસ્તર ભોવાન ના ઘરે થી હાલી નીકળે છે.
એ’દી થી આજ ની તારીખ સુધી માસ્તર ભોવાન ની શેરી પાસે થી નિકળા નથી.

url

  -આવી તો કેટલીય છોકરીઓ ને આ દંભી સમજે વગર વાંકે હવન ના કુંડ માં હોમી દીધી છે. અને હજુ ગામડાઓ માં હોમાય છે.

“હે ઈશ્વર આવી તે  આબરૂ તું કોઈને ના દેતો,

જે બચાવવા દીકરીને ગોળીએ દેવી પડે”

અધૂરું આલિંગન

[ તરવરાટ સાથે નવા નવા પ્રેમ માં પડેલા પ્રેમીઓ ને માટે લખેલી પહેલી લઘુકથા]

“હેલ્લો, ફ્રેન્ડસ આપ સુન રહે હો. ૯૨.૭ બીગ એફ.એમ સુરત, મેં હું રેડીઓ જોકી પાર્થ શર્મા ઓર મેં આજ લેકે આયા હું કાર્યક્રમ ‘પસંદ દિલ કી’. આજ આપ મુજે કોલ કરકે આપને દિલ કે પસંદગી દા ગાના સુન સકતે હો. તો લગાઓ ૨૩૪૫૫૬૭ ઓર સુનો ઓર સુનાઓ આપને દિલ કી પસંદ. યેલો પહેલા કોલ આ ચુકા હે,

“હેલ્લો સર મેં છું, જેનીલ રાવ, સર મેં આજ અપની દિલ કી પસંદગી ના ગાના ‘મેંરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ સા ટુકડા રહેતા હે..’ સુનના ચાહતા હું”

“ઓહ હેલ્લો જેનીલ ક્યાં મેં જાન સકતા હું મેરે સામને વાલી ખિડકી વાલા ગાના હી કયો તુમ્હારે દિલ કી પસંદ હે??”

“પાર્થ સર ક્યોકી મેરે સામને વાલી ખિડકી મેં રીયલી એક ચાંદ કા ટુકડા રહેતા હે. ઓર વો મેરે દિલ કી પસંદ હે તો મેં ઉસકે લિયે એ ગાના સુનના ચાહતા હું.”

“ચલો તો દોસ્તો હો જાયે જેનીલ રાવ કે દિલ કી પસંદગી દા ગાના ઉસકી ચાહત કે લિયે…”

***************

“હની સાંભળ તો આ રેડિયો માં જેનીલ રાવ કરી ને કોઈ બોલી રહ્યું છે, કદાચ આપડી સામેના બંગલા માં જે અંકલ રહેવા આવ્યા છે તેની સરનેમ રાવ છે અને હા બાજુ વાળા આંટી કહેતા હતા કે એના છોકરા નું નામ પણ જેનીલ છે,  મારા અંદાજ મુજબ એ આજ જેનીલ હોવો જોઈએ તેની બોલી પણ ગુજરાતી છે તે વર્તાય છે” હની ની મોટી બહેન માર્ગી એ હની ને કહ્યું.

“કોણ પેલો હેન્ડસમયો મિયો એ!!!! રોજ સવારે મોટો હોર્ન મારી ને પસાર થાય છે તે!! પેલો સામે વાળો????” હની અચંબા થી પૂછી લે છે.

“હા એ સામે વાળો હેન્ડસમ, પરફેક્ટ ઋત્વિક જેવો દેખાય એજ, હા હની આ એજ છે ફાઈનલ થઈ ગયું ચલ મારે ઓફિસે લેટ થાય છે હું નીકળું છું.”

હની મનોમન વિચારી રહી હતી, ‘આ જેનીલ રાવ જો આપડી સામે વાળો જ હોય તો?? તેણે પોતાની દિલ ની પસંદગી નું સોંગ……….’ ઓહ!!!!!!!!!!! શીટ માર્ગી કહેતી હતી તે સાચું આ એજ છે નફફટ. જે મને એક વિકથી ટેરેસ પર થી ઈશારા કરી ને મને લલચાવતો હતો પાકું એજ છે.

“સમજે છે શું પોતાની જાત ને ભગવાને થોડી સુંદરતા શું બક્ષી દીધી છે તે મારી સામે નજર માંડે છે લે…. અને પાછો રેડીઓ પર સોંગ સાંભળે છે મેરે સામને વાલી… એવું તે શું જોય ગયો હશે??” હની થી એકલા એકલા બોલાઈ જાય છે.

 ***************

જેનીલ રાવ હજુ 10 મહિના પહેલા જ સ્કુલ પતાવી ને કોલેજ માં એન્ટર થયેલો નમણો, ગોરો, શરીરે સિક્ષ પેક બોડી ધરાવતો, દેખાવે અતિ સુંદર, શેવિંગ મશીન થી કરેલ શેવિંગ, શર્ટ નું ઉપર નું બટન ખુલ્લું અને નાતભાત ના બીજા આકર્ષણ ધરાવતો નવો લબરમૂછિયો યંગસ્ટર્સ કોલેજીયન હતો. કોલેજ ની એશ્વર્યા રાય કહેવાતી છોકરીઓ એના પર ફિદા હતી. પરંતુ આ જેનીલભાઈ કોલેજ માં એ બાબતે નીરસ હતા કોઈ દિવસ છોકરીઓ ના લફડા માં પડતાજ નહી, જયારે તેની પાછળ કોલેજ ક્વીન છોકરીઓ લટ્ટુ હતી.

પરંતુ જેનીલ તેની સામે ના મકાન માં રહેતી એક છોકરી ગમવા લાગેલી, સ્ટુડન્ટ ઓફ ધ યર તો પછી રીલીઝ થયું એ પહેલાજ એ આલિયા ભટ્ટ ની કોપી પેસ્ટ લગતી, એકદમ સ્લીમ ટાઇટ બોડી, નશીલી નજર, ગુલાબી હોઠ, બફર હેરસ્ટાઇલ, માદક કાતિલ નેણ, ધરાવતી એ સુંદર છોકરી એને પહેલી નજર માં ગમવા લાગેલી.

કોઈ આમ અચાનક ગમવા લાગે લાગે એટલે દિલ સાથે આખા શરીર માં એને જોવાની, એની અદાઓ નિહાળવા ની, એને પોતાના પર ફિદા કરવાની, વગેર એક અલગ જ કંપારી પેદા થતી હોય છે એને આ જેનીલ પણ આવી કંપારી અનુભવી રહ્યો હતો.

જેનીલ થોડો પ્રકૃતિપ્રેમી હતો તેને ઝાડ છોડ ઉછેરવા નો ગાંડો શોખ હતો, તેને પોતાની અગાસી ને અલગ અલગ છોડ ના કુંડા થી ભરી દીધું હતું.તે સવારે તેની માવજત કરવી તેની જાળવણી કરવી તે તેની દિનચર્યા નો જ એક ભાગ હતો. આ કંપારી પેદા થયાના બીજા દિવસે એ ટેરેસ પર છોડ ની માવજત કરવા જાય છે ત્યારે તેની નજર સામે ના ટેરેસ પર પડે છે, અને તેને ફરી સામે વાળી જોવા મળે છે.

શિકાર સામે હોય ને શિકારી શાંતિ થી થોડો બેસે, જેનીલ પેલી ને ઈશારાઓ કરે છે, તેની સામે ઇમ્પ્રેસન પાડવા ના દરેક ચાન્સ અજમાવી લે છે, તેની અગાસી પર ના નિત નવા રંગબેરંગી ફૂલો બતાવે છે,વગેર વગેરે ઘણું કરે છે પછી તો વગર તેનું નામ જાણ્યે, વગર તેનું બેકગ્રાઉન્ડ જાણ્યે, જેનીલ ની રોજ ની દિનચર્યા માં આ એક કામ વધી જાય છે.

***************

ઘણા દિવસ સુધી આ ઈશારા ની ચુપકીદી ચાલુ રહે છે, અંતે એક દિવસ જેનીલ ને સામે કાંઠે થી ઈશારો મળે છે. બસ, જેનીલ પાગલ સમો બની જય છે. કદાચ હની જેનીલ ના ઈશારાઓ થી પ્રભાવિત થઈ ને એના તરફ આકર્ષાય ચુકી હતી.બે દિવસ સુધી સામ સામી ઈશારાની રમતો ચાલે ચાલતી રહે છે, જેનીલ ફૂલગુલાબી રંગીન ફૂલો હની ને બતાવે છે, જયારે સામે હની ફલાયિંગ કિસ આપે છે. આવું તો ઘણું બધું ઈશારો ઈશારા માં શરુ થઈચુક્યું હતું.

થોડા દિવસ આમ રમત રમ્યા પછી જેનીલ અચાનક આંગળીના ઈશારા વડે, નર્સરી ના બાળકો ને જેમ આંગળી થી આંકડા સમજ આપવા માં આવે છે તેમ હની ને આંકડાસમજ થી પોતાનો સેલ નંબર લખવી દે છે.

હવે , સાચી ઇન્નીંગ શરુ થઈ હતી, હની પાસે પોતાનો પ્રાઇવેટ મોબાઈલ કે કોઈ ફોન હતો નહી ઘરે બધા રૂઢીચુસ્ત, મમ્મી-પપ્પા જૂની વિચારચરણી વાળા જો ઘર ના ફોન માંથી જેનીલ ને ફોન કરવા માં આવે ને ઘરે કોઈ ને પણ અણસાર આવી જાય તો હની નો તું પુરુજ થઈ જાય.

પહેલા તો હની ઘર ના ફોન માંથી ફોન ન કરવા માટે પોતાની જાત ને મક્કમ કરી લે છે, પરંતુ એના પણ પેલી વિજાતીય મિત્રતા ની કંપારી પેદા થઈ ચુકી હતી. એનું મન કશે લાગતું ન હતું બસ જેનીલે આપેલ નંબર પર ફોન કરી જેનીલ નો અવાજ સાંભળવા ની તાલાવેલી એના રોમે રોમ માં ગુંજી રહી હતી.બરોબર એ આરસામાંજ એના મમ્મી ને બાજુવાળા આંટી સાથે કશે જવાનું તેડું આવે છે, મોટી બહેન તો ઓફીસ પર ચાલી જ ગઈ હતી, અને પપ્પા તો સામાજિક પ્રસગે ગામડે ગયા હતા. આમ ઘર માં હની સિવાય કોઈ હતું નહી.

**************

“હેલ્લો, કોણ?”

“અરે જાનેમન, કેટલી વાર લગાડી તે, સવારે નંબર આપ્યો ને તે છેક અત્યારે સામી સાંજે ફોન કર્યો, યાર હું તારી સાથે વાટ કરવા માટે કેવો અધીરો થઈ ગયો તો, ક્યાય ચેન પડતું જ ન હતું, તારા ફોન ની હરેક સેકન્ડ પર રાહ જોઈ રહ્યો હતો”

“અરે જેનીલ મારું ચાલતું હોત તો હું તારે સાથે તે નંબર આપ્યો તે ઘડી થી અત્યાર ની પળ સુધી તારી સાથે મનભરી ને વાતો ન કરું. જો સાંભળ હું તને ગમું છું એ વાત તતો હું ઘણા સમય થી જાણું છું જયારે તે રેડિયો માં મેરી સામને વાલી…. વાળું ગીત પ્લે કરાવેલું. મને પણ તારી જોડે વાત કરવાની અદમ્ય ઈચ્છા થાય છે’’

“ઓહ!! ગ્રેટ યાર એ સોંગ તે સાંભળેલુ… મેં કલ્પના પણ નોહતી કરી કે એ તું સાંભળીશ.

થેંક ગોડ.. પણ હા હવે તારું નામ તો કે જાનેમન”

“હની પટેલ”

“ઓહ બાકી નામ જક્કાસ છે તારું, તારો દીવાનો આજે તારા નામ નો પણ આશિક થઈ ગયો. વાહ હનુડી…”

“જો જેનીલ મારી વાત સાંભળ મારા ઘરે બધા રૂઢીચુસ્ત અને જૂની વિચારચરણી વાળા છે, જો મારા ઘરે તારી ને મારી રીલેશન વિશે જરા પણ અંદાજ આવે તો તો મારું પતી જાય, સમજ કે મારે મરવા ની નોબત આવે, એક તો ઘર બહાર નીકળવા ની સાવ મનાઈ છે અને જો આ ખબર પડે તો તું ગેઝ કરી લે શું થાય એ, હું પણ તને ચાહું છું, મારે પણ તારી સાથે પળો વિતાવવી છે. પણ એ બધું ઈમ્પોસીબલ છે.યાર. એટલે આટલે થીજ બધું પતાવી નાખીએ તો બહુ સારું રહેશે.”

“ઓ દુખી આત્મા તું ડરપોક લાગે એતો ફાઈનલ, મારી કોલેજ માં મારી પાછળ છોકરીઓ દોડતી હોય છે, પણ મને એ કોઈ નથી ગમતી બસ તું એક જ મારા દિલ સોંસરવી નીકળી ગઈ છે. મારે મન તો તુજ મારી લાઈફ થઈ ચુકી છો. હની આપણે દુનિયા ને જોઈ ને ચાલીશું તો જીવી જ નહી શકીએ. તું ઘર વાળા ની ચિંતા ને માર ગોળી, બોલ આપણે ક્યારે મળી શકીએ??”

“અરે જેનીલ તારી બધી વાત સાચી પણ હું હજી કહી જ રહું છું કે મારે ઘરે થી હું કોઈ પણ સંજોગો માં એકલી નીકળી જ ના શકું. અને હા મને દિલ માંથી કાઢી નાખ, મારી સાથે જિંદગી વિતાવવા ના સપના જોવાનું છોડી દે, અને કોઈ બીજી સારી છોકરી ને પકડી લે. આમ પણ હું માંડ ૧૨ ભણેલી ને તું કોલેજ કરે છો ને હજુ આગળ પણ ભણીશ. તારું ને મારું ઈમ્પોસ્સીબ્લ છે. હું તને ફોન પણ ના કરી શકું આખો દિવસ મમ્મી સાથે જ હોય, પણ ક્યાંક આજે કોઈ જુના પુણ્ય કામ આવ્યા હશે એટલે ઘરે કોઈ નથી ને હું તારી સાથે વાત કરી રહી છું બાકી એ પણ ના થઈ શકે. બહેતર છે કે તું મને ભૂલી જા”

“ઓહ ગોડ તને કેમ ભૂલી શકું???, મારા રોમે રોમ માં તું આવી ચુકી છે રોજ સપના માં પણ તને નિહાળું છું, આ હ્રદય પણ તારા નામ ના જ ધબકારા કરે છે. હની તને જ પામવા માંગું છું બસ, બીજું કઈ નહી મારે તને મેળવવી છે મેરે તારી સાથે જિંદગી પસાર કરવી છે.”

“જેનીલ મુક એ બધી વાત ને એ બધું અશક્ય છે, એવા ગાંડા સપના જોવાનું મૂકી દે. હું પણ તને મળવા માંગું છું, મને પણ તારી જેટલીજ લાગણી ની વાચા ફૂટે છે પણ કઈ પણ શક્ય નથી.”

“હની મારે એ કઈ નહી, હું તને મળવા માંગું છુ બસ”

“અરે પણ વિચાર તો કર હું કેમ નીકળી શકું???”

“કીધું ને મરે એ કઈ જોવાનું નથી થતું બસ તને મળવું છે. કાલે સવારે મારા ઘરે થી બધા એક લગ્ન પ્રસંગે બહાર જવા ના છે તો ૯ વાગ્યા પછી મારા ઘરે આવી જજે. મારે હવે કશું સાંભળવું નથી, બાય હનુડી મારા પ્રત્યે લાગણી હોય તો આવજે બાય”

**************

ઘડિયાળ નો કાંટો દોડી રહ્યો છે, મોટો કાંટો ૪ પર  અનો કાંટો નવ નો નિર્દેશ કરી ને ૯ વાગી ને ૨૦ મિનીટ દર્શાવી રહ્યા છે. શેરી માં શાકભાજી ની લારી વાળા બુમો પડી રહ્યા છે, અહી ઘર માં બેઠેલો જેનીલ ઘડિયાળ સામે નજર તાકી ને પળે પળે હની ના આવવા ની ઇન્તેજારી માં રઘવાયો થઈ રહ્યો છે.

બસ એજ આરસ માં જેનીલ ના ઘર નો બેલ રણકી ઉઠે છે, ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ…

જેનીલ ફટાફટ બિલાડી ભીંસ માંથી સરકે તેમ સોફા માંથી સરકી ને દરવાજા તરફ મિટ માંડે છે. અને દરવાજો ખોલે છે.

“અરે!!!!!!!!!!!!! તારી જ રાહ માં તલપાપડ હતો હનુડી. વાહ આજે આકાશ ના ચાંદ ને મારી નજર સામે ઉભેલો જોઈ રહ્યો છું.બાકી તને ઈશ્વરે ફુરસદ ના સમય માં ઘડી લાગે શું બ્યુટી આપી છે તને….”

“બધી વાત છોડ મારી પાસે જરા પણ ટાઇમ નથી, મમ્મી કોઈ દિવસ નહી ને આજેજ મંદિરે ગયા છે, કદાચ કાનુડો આજે તારું ને મારું મિલન કરાવવા માંગતો હશે. અને હા તું પણ કઈ ઓછો નથી હો તારી સામે તો હું સાવ ફિક્કી લાગુ છું જો.”

“જવા દે ગાંડી ચાંદો કોઈ ની પાસે ફિક્કો ના લાગે, અરે તારી આ કામણગારા નેણ, ચમકીલી આંખ ની કીકી, ભરાવદાર જોબન અને આહા! અને આ ગુલાબી હોઠ વિષે તો શું કહેવું?? જોતાજ તને બાહોપાશ માં લઈ ને આલિંગન કરવા ની તાલાવેલી જાગી ગઈ છે. રીયલી ભગવાન ને મંદી ના સમય માં તને બનાવવા નો ઓર્ડર આવ્યો હશે, શું સુંદરતા બક્ષી છે. હું તો પહેલી નજરે મોહી ગયેલો.”

“ચલ જુઠા, ખોટા બહું વખાણ કરવાનું બંધ કર આ તારી ને મારી પહેલી અને છેલ્લી મુલાકાત છે, જે કહેવું હોય તે કહી નાખ હવે હું તને મળવાનું રિસ્ક ઉઠાવવા ની નથી પહેલી અને છેલી વાર હિમ્મતભાઈ ને સાથે લઈ ને આવી છું, હવે કદાચ એ પણ સાથે નહી આવે”

“આઈ લવ યુ ડીયર બસ બીજું કઈ કહેવું જ નથી ને”

“એ મુક લવ તો હું પણ તને કરી બેઠી છું પણ એ વાત છોડ. એ કઈ શક્ય નથી અને કીધું કે આ છેલ્લી વાર મળું છું પછી એ પણ ક્યારેય નહી મળી શકું.”

“હનુડી,  હું તને પામ્યા વગર અધુરો જ રહીશ. ભલે મને લાખ સુંદર કોઈ બીજી મળે પણ હું તનેજ ચાહતો રહીશ.” (જેનીલ લાગણીવશ હની ને કહે છે)

હની જેનીલ ની થોડી નજીક જાય છે અને લાગણીવશ કહે છે

“હું પણ જેનીલ તનેજ ચાહતી રહીશ.”

આટલું ક્હેતાજ હની જેનીલ ની અંત્યત નજીક પોહચી ને તેને વળગી પડે છે, જેનીલ પણ ક્ષણ ભર વિચાર કરી ને એને જકડી લે છે.બંને થોડી વાર એમજ રહ્યા પછી જેનીલ હની ના ગુલાબી હોઠ તરફ પોતાના એની અંદર પોતાના શબ્દો ને સમાવવા માટે જાય છે, હની પણ એના અપાર પ્રેમ માં કહેવા માટે રહી ગયેલા શબ્દો જેનીલ ને મૂંગા સાંભળાવવા એની અંદર સમાવી દેવા માટે તેના ચહેરા નજીક પોતાનો ચહેરો લઈ જાય છે.

બરો બર એજ ક્ષણે,

ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ…

ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ… (જેનીલ ના ઘર નો બેલ રણકી ઉઠે છે)

બંને હેબતાઈ જાય છે પોતાના શબ્દો ને આલિંગન થી એક બીજામાં સમાવવા જતા શબ્દો પાછા પોતાની પાસે લઈ લે છે.

બંને ના હ્રદય ડબલ, ત્રિપલ ગણી સ્પીડે ધબકવા લાગે છે.

ત્યાં ફરી ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ… ટીંગ……ટોંગ…

હની જેનીલ સામે જોતી રહે છે “હવે શું થશે હું તો મરી જેનીલ”

“એ ડરપોક, ફટાફટ મારી સાથે પાછળ ના દરવાજે ચાલ”

બંને પાછળ ના દરવાજા તરફ જાય છે જેનીલ હની ને ત્યાંથી વળાવી દે છે અને આગળના દરવાજાને ખોલવા માટે જાય છે.

ખોલતાજ સામે એના મમ્મી પપ્પા, ને નિહાળી ને દંગ રહી જાય છે, એ લોકો જે લગ્ન માં જવાના હતા ત્યાં કોઈ નું ઓચિંતું મૃત્યુ થવાથી લગ્ન સમારંભ મોકૂફ રહે છે અને એ અડધે રસ્તે થી જ પાછા આવી જાય છે.

આમ જેનીલ અને હની નું પહેલું ને છેલ્લું આલિંગન અધૂરું છૂટી જાય છે. (ફરી મુલાકાત તો શક્ય નહોતી)..

આપણા ગુસ્સા નો બીજા પર પ્રભાવ…….

 

એક કોલેજ માં એક છોકરો એક છોકરી ને ખુબજ પ્રેમ કરતો હોય છે, પરંતુ એ કોલેજ ની સૌથી વધારે ગુસ્સેદાર છોકરી હતી. કોઈ પણ છોકરો એની મજાક મશ્કરી કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરે. કોલેજ માં બધા એના એટીટ્યુટ ને જાણતા હોય છે. પરંતુ પેલો છોકરો એને મનોમન દિલ દઈ બેઠો હોય છે તે હિંમત કરી ને એક વાર તેને કહી નાખે છે કે આઈ લવ યુ.પરંતુ પેલી નો ગુસ્સો સાતમાં આસમાન સુધી પોહચી જાય છે પરંતુ તે પેહલી વાર કન્ટ્રોલ કરી ને કહે છે કે “આજ પછી ક્યારેય પૂછતો નહી નહીતર તારી ખેર નથી” પેલો બિચારો દુખી દિલે ત્યાંથી ચાલ્યો જાય છે. તે છોકરી ની બધી ફ્રેન્ડ પણ તેના ગુસ્સા થી પરેશાન હોય છે. બધા એને ઘણી વાર સમજાવે પણ છે કે આટલો બધો ગુસ્સો સારો નહી પરંતુ પેલી પર તેની કશી અસર થતી જ નથી એનો ગુસ્સો એવો ને એવો જ રહે છે.

angry

થોડા દિવસ પછી એ છોકરી નો બર્થ ડે આવે છે ત્યારે તે સવારે તેના ઘર બહાર તેના માટે એક ગીફ્ટ કોઈ મૂકી જાય છે. તે ખોલી ને જુએ તો અંદર થી એક સીસમ નું નાનું લાકડું એક ખીલી અને એક નાની હથોડી નીકળે છે, સાથે એક ચિટ્ઠી નીકળે છે એમાં લખેલું હોય છે કે ‘ હેય ડીયર જયારે પણ તને કોઈ ના પ્રત્યે ગુસ્સો આવે છે અને તું એની સાથે જગડે છે ત્યારે તારે આ લાકડા માં ખીલી હથોડી થી ફીટ કરી પાછી બહાર ખેંચી લેવાની.’ ગીફ્ટ મોકલનાર તેનું નામ સરનામું લખતો નથી. એટલે પેલી અચંબા માં મુકાઇ જાય છે. પરંતુ તે છોકરી તેની આ સલાહ ને ૧ અઠવાડિયા સુધી અનુસરે છે.

એક અઠવાડિયા પછી એ પોતાની રૂમ માં કોઈએ આપેલું એ લાકડું હાથ માં લઈ ને જુએ છે તો આખા લાકડા માં ખીલી ના હોલ અને ઘોબા પડી ગયા છે હવે ક્યાય ખીલી મારી શકે એવી જગ્યા પણ બચી નથી. બીજે દિવસે સવારે તેના ઘર પર એક લેટર આવે છે એમાં લખેલું હોય છે કે ‘હેય ડીયર I HOPE કે હવે પેલું લાકડું આખું ભરાઈ ગયું હશે. હવે એ લાકડા ને તું સામે વાળા કે તું જેના પર ગુસ્સો કરતી હતી એનું હ્રદય સમજજે અને ખીલી ને તારો ગુસ્સો સમજજે અને પેલા લાકડા માં પડેલા હોલ કે ઘોબા ને તું ભૂંસી સકતી હોય તો ભૂંસી કાઢજે અને લાકડા ને સપાટ લીસું બનાવી દેજે, ફ્રોમ- તારો પાગલ આશિક.’

બસ એજ ક્ષણે એ છોકરી ને સમજાય જાય છે કે ‘હું  ગુસ્સો કરું તેના થી સામેવાળા ના મન માં ને હ્રદય માં મારા વિષે ખરાબ છાપ ઉભી થાય છે અને એને એના દિલ માં હમેશા મારા તરફી નફરત જ પેદા થયેલી રહે છે. અને તે આજ પછી ક્યારેય ગુસ્સો નહી કરે તેવી પ્રતિજ્ઞા લે છે, અને કોલેજ પર જઈ ને પેલા છોકરા પાસે માફી માંગે છે અને તેની ફ્રેન્ડ બની જાય છે….

::હાર્દિક વસોયા::

રડાવે રીઝલ્ટ ની ઝંખના….

હેનીલ એની કોલેજ માં મીકેનીકલ ડીપાર્ટમેન્ટ નો રેન્કર સ્ટુડન્ટ હતો, હજી પેહલા સેમેસ્ટર માં જ બધા ફેકલ્ટીને પોતાની હોશિયારી બતાવી દીધી હતી ક્લાસ માં પણ બધા સવાલો ના જવાબ હેનીલ બધા ની પહેલા જ આપી દેતો. કોલેજ ના દરેક ડીપાર્ટમેન્ટ માં હેનીલ ના વખાણ થતા. કોલેજ માં બધા એને રેન્કર તરીકેજ સંબોધતા હતા.

આજે હેનીલ ખુબ ખુશ હતો, સવાર માં ઉઠી ને કોલેજ જતા પેહલા એના પપ્પા ને કહે છે “પપ્પા મને આજે ૫૦૦ રૂપિયા આપવા પડશે” પપ્પા કહે છે “કેમ ભાઈ હજી તો કમાતો થયો નથી ને રૂપિયા પર થોડો હાથ રાખ નહિતર ભૂખે મરીશ” “અરે પપ્પા પૂછો તો ખરા શુકામ આટલા બધા રૂપિયા જોતા છે દરેક બાબતે ઘ્ચ્કાવાજ મંડો તે, આજે મારું રીઝલ્ટ આવવા નું છે અને મારા બધા પેપર ખુબજ સારા ગયા છે બીજો નંબર આવવાની કોઈ શક્યતાજ નથી પહેલો નંબર જ આવશે, અને મારા બધા મિત્રો પાર્ટી માટે પાછળ પડશે તો એટલા માટે ૫૦૦ રૂપિયા માંગ્યા” હેનીલ થોડું નિરાંતે એના પપ્પા ને સમજાવે છે. “અરે મારો દીકરો ૧લો નંબર લાવશે વાહ દીકરા આવોજ આત્મવિશ્વાસ રાખજે આખી જિંદગી. તારો સેલ્ફ કોન્ફિડન્સ જ હમેશા તારી જીત નું પરિણામ આપે છે અરે ૫૦૦ એ શું થશે આલે ૧૦૦૦ રૂપિયા લેતો જા બધા ને જલસો કરાવજે” પપ્પા માંગ્યા કરતા વધારે રૂપિયા આપીને ઓફિસે જવા નીકળી જાય છે.હેનીલ ને પણ કોલેજે જવાનો સમય થઈ ગયો છે એ પણ શુઝ પહેરી ને નીકળે છે.

કોલેજ પર પોહચતાની સાથેજ એના બધા દોસ્તારું એને રેન્કર ના નામ થી નવાજી લે છે.હેનીલ હવે વધારે ખુશ થાય છે. બધા નોટીસ બોર્ડ પર રીઝલ્ટ ડિસ્પ્લે થાય તેની રાહ માં બેઠા હતા. મીકેનીકલ સિવાય ના દરેક ડીપાર્ટમેન્ટ ના રીઝલ્ટ ક્યાર ના આવી ગયા હતા.મીકેનીકલ એકજ બાકી હોવાથી બધા તેના મીકેનીકલ ડીપાર્ટમેન્ટ ની કાપતા હતા. અંતે જેની આતુરતા થી રાહ જોવાઈ રહી હતી એ રીઝલ્ટ ડિસ્પ્લે કરવા માં આવે છે. બધા પોત પોતાના રીઝલ્ટ જોવા માટે ધક્કામુક્કી ને પડાપડી કરે છે પરંતુ હેનીલ એક બાજુ ઉભો છે અને બધા ને કહે છે કે મારે જોવાની જરૂર જ નથી હું જ પહેલો આવ્યો છું. રીઝલ્ટ જોઈ ને પાછળ ફરનારા દરેક હેનીલ સામે ચિત્કાર નજરે જોઈ ને પસાર થાય છે.અંતે નોટીસ બોર્ડ પાસે ટ્રાફિક હળવી થાય છે ને હેનીલ પોતાનું રીઝલ્ટ જોવા જાય છે. હેનીલ જોતાની સાથેજ અચંબા માં મુકાઇ જાય છે પોતે ૫ માંથી ૩ સબ્જેક્ટ માં ફેઈલ થયો છે. પહેલા તો તેને થોડી વાર વિશ્વાસ બેસતો નથી તે આંખો ચોળી ને પાછુ જોવે છે. પરંતુ શું પ્રિન્ટીંગ કઈ થોડું ખોટું થયું હોય?? એ ૩ સબ્જેક્ટ માં ફેઈલ જ છે એવું મન મનાવતા સ્વીકારી લે છે.

તે કોલેજ માં પોતાના ડીપાર્ટમેન્ટ ના હેડ પાસે જાય છે “સર તમારે રીઝલ્ટ પ્રિન્ટીંગ માં કશી ભૂલ થઈ લાગે છે, મારા દરેક પેપર ખુબજ સારા ગયા તા રીઝલ્ટ થોડું ઓછું આવી શકે પણ હું ફેઈલ તો થઈ જ ના શકું. સર કંઇક તપાસ કરો ને આમાં કંઇક ગરબડ થઈ હોય એવું જ લાગે છે” “હેનીલ દીકરા રીઝલ્ટ મોડું ડિસ્પ્લે થવાનું કારણ જ એ છે, મને પણ વિશ્વાસ ના આવતા મેં ખુદ જાતે ૩ વાર રીઝલ્ટ ચેક કર્યું કે કોઈ બીજા ના માર્ક તો હેનીલ માં એડ નથી થયા ને પણ નહી એ બધું તો બરોબર હતું, છતાં પણ વિશ્વાસ ના બેસતા મેં તારા બધા પેપર મંગાવ્યા અને દરેક પેપર મેં જાતે ચેક કર્યા છે. હેનીલ તું આવું રીઝલ્ટ લાવીશ એવું અમે વિચાર્યું પણ નોહતું તે અમારી આશ પર પાણી ફેરવી દીધું અમે દરેક ડીપાર્ટમેન્ટ માં કહેતા હતા કે હેનીલ પટેલ જ ફર્સ્ટ હશે પરંતુ હવે અમારું નાક શરમ થી જુકી જશે હેનીલ તારી પાસે થી આવી આશા નોહતી તું જઈ શકે છે” ડીપાર્ટમેન્ટ ના હેડ પણ ગળગળા થઈ ને હેનીલ ને સત્ય સંભળાવી દે છે.

હેનીલ પૂરે પૂરો નિરાશા માં ગરકાવ થઈ જાય છે. પાર્ટી આપવાનું સપનું પણ ચગદાઈ જાય છે. ઘરે પણ કહી દીધું છે કે હું પહેલો નંબર લાવીશ હવે ઘરે શું મોઢું બતાડશે??? એના દરેક મિત્રો પણ હવે એની મજાક કરવા લાગ્યા હતા કે ‘લ્યો ભાઈ રેન્કર આવી ગયો ૩ માં ફેઈલ થઈ ને’ ધરતી જગ્યા આપે તો અંદર સમાઈ જાવ એવું હેનીલ અનુભવે છે. તે ક્યાય પણ મોઢું દેખાડવાને લાયક રહ્યો નથી તેવું ફિલ કરે છે. અંતે તે એક ગંભીર નિર્ણય લે છે. તે કોલેજ માંથી એકલો ચાલી નીકળે છે.પોતાની બાઈક પાર્કિંગ માં જ છોડી ને ઓટો રિક્ષા માં નીકળે છે તાપી ના સવજી કોરાટ બ્રીજ તરફ ઓટો રિક્ષા વાળા ને પુલ ની વચ્ચો વચ જ ઉભી રખાવે છે, હેનીલ ૫૦૦ રૂપિયા ની નોટ આપે છે, રિક્ષા ચાલક “સાહેબ છુટ્ટા આપો સવાર સવાર મારી પાસે ક્યાંથી આટલા છુટા હોય?” “ રાખીલે ભાઈ બધા રાખીલે તારા છોકરા માટે કશું લેતો જજે” હેનીલ એટલું કહે છે ત્યાં રિક્ષા વાળો ત્યાં થી નીકળી જાય છે.

હેનીલ ચારેબાજુ નજર દોડાવે છે પુલ પર થોડા વાહન ચાલકો સિવાય એને કોઈ નજરે ચડતું નથી, એ પુલ ની પાળી પર ચડે છે અને રડતા રડતા અશ્રુભીની આંખુ સાથે “પપ્પા મને માફ કરી દેજો” એટલું બોલી ને કુદી પડે છે……………………………………………….

અચાનક હેનીલ આંચકો અનુભવે છે ને પથારી માંથી ઉભો થાય છે, પોતના મોઢા પર પરસેવો વળી ગયેલો છે. અને આ એક ભયાનક સપનું હતું એ અનુભવે છે, મોબાઈલ માં સમય જોવે છે તેના ઉઠવા નો સમય થઈ ગયો હોય છે, તે તરત બેડ પરથી ઉભો થઈ ને જડપ થી તૈયાર થઈ ને બેસી જાય છે. એના પપ્પા ઓફિસે જવા નીકળે છે, અને હેનીલ ને પૂછે છે, “હેનીલ આજે તારી એક્ષામ નું રીઝલ્ટ આવવાનું છે એવું એવું તારો પેલો પાછળ ની શેરી વાળો મિત્ર અભી કહેતો હતો”

“હા પપ્પા આજે રીઝલ્ટ આવવાનું છે, આવશે એટલે જોઈ ને પહેલો ફોન તમને જ કરીશ” હેનીલ તેના પપ્પા ની આંક સાથે આંખ મિલાવ્યા વગર જવાબ આપે છે. અને તે પણ કોલેજ જવા નીકળી પડે છે.

કોલેજ પોહ્ચ્તાજ બધા તેને રેન્કર રેન્કર કહી ને નવાજવા મંડે છે. એની સાથેજ હેનીલ ભાર શિયાળે પરસેવે રેબ્જેફ થઈ જાય છે અને જડપ થી નોટીસબોર્ડ તરફ દોટ મુકે છે ત્યાં પોહ્ચ્તાજ એ જુએ છે કે સૌથી પેહલું રીઝલ્ટ મીકેનીકલ ડીપાર્ટમેન્ટ નું આવ્યું છે અને એમાં પણ પોતે ૯૭% સાથે આખી કોલેજ માં પહેલા નંબરે રેન્કર રહ્યો છે. આ જોતાની સાથેજ એની આંખો ભીની થઇ જાય છે. હરખ ના આંસુ ઓ ને તે રોકી લે છે અને ભાર આવી દરેક મિત્રો ને પોતાની પાસે બચાવેલી પોકેટ મની માંથી બધા ને પાર્ટી કરાવે છે…….

student

::હાર્દિક વસોયા::

સમાજ ને એક રાહ….

**********************************************************

સુજાતા એક મુક્ત મન ધરાવતી કોલેજની સુંદર છોકરી હતી,તે આધુનિક વિચારો, મોર્ડન વ્યક્તિત્વ અને નિખાલસતા ધરાવતી કોલેજ માં બ્યુટીક્વીન ગણાતી હતી. કોલેજ ના ૯૦% છોકરા ના દિલ સુજાતા ને જોઈને ગાર્ડન ગાર્ડન થઈ જતા હતા. સુજાતા જયારે કોલેજ માં એન્ટર થાય ત્યાંરે એને નિહાળવા માટે પાર્કિંગ માં બધા સ્તબ્ધ થઈ જતા હતા. સુજાતા મોર્ડનનેસ ધરાવતી હોવાથી બધા ના દિલ ને સરળતા થી સમજી જતી હતી. તે લગભગ બધા ને તેની મીઠી સ્માઈલ સવાર ની ભેટ તરીકે બક્ષતી હતી,અને બધા જોડે ફ્રેન્ડલી વ્યવહાર કરતી હતી, કોલેજ ના દરેક ફેકલ્ટી હોય કે કોઈ પણ છોકરો હોય કે છોકરી બધા ની સાથે નિખાલસતા થી વાતોચિતો કરતી.

પરંતુ સુજાતા જે સમાજ માં ઉછરી હતી અને જ્યાં રહેતી હતી એ બધા લોકો એને ખરાબ નજર થી જ જોતા હતા.એ ચાલી ને જતી હોય તો નિત નવી કોમેન્ટો લગાવતા જેમ કે આતો એક નંબર ની ચાલુ છોકરી છે, એને ક્યાં કોની જોડે બોલવું એનું કઈ ભાનજ નથી. સુજાતા ને આ કઈ પસંદ ન હતું પણ બિચારી શું કરે???? સમાજ હતો એની સામે એકલા આંગળી પણ ના ચીંધી શકે ને. રોજે તે આ બધા લોકો વચ્ચે ઘણું સહન કરતી અને તે બધા ને ઇગ્નોર કરતી હતી.અને પોતે પોતાની રીતે જ રહેતી હતી.

********************************************************

આપણા અતિ જાગૃત કહેવાતા છતાં અણજાગૃત આ દંભી પાટીદાર સમાજ માં રોજે જોવા મળતો એક ઉતમ કિસ્સો છે. ક્યાં સુધી આપણો સમાજ આવી રી તે ખરાબ નજર થીજ જોશે?? ક્યાં સુધી આ લોકો નહિ સુધરે?? અરે કોઈ ભાઈ બહેન સાથે બાઈક પર જતા હોય કે એકલા કાર માં જતા હોય તો એ લોકો એવુજ વિચારે છે કે આ તો લવરીયા છે, પ્રેમી પંખીડા છે. બધા નેગેટીવ માનસિક વૃતીજ ધરાવે છે. અને ખરેખર ક્યાં સુધી આપણે આવું સહન કરવું પડશે?? કેમ કોઈ છોકરી કે છોકરો એક બીજા ના મિત્ર ન બની શકે???? એક બીજા સાથે મુક્ત મને વાતોચીતો ન કરી શકે??

બસ હવે તો સુધરવા માંગતા દરેકે પોતાના ઘર થીજ શરુઆત કરવી પડશે.ટીપે ટીપે સરોવર ભરાય તે રીતે ઘર પછી આખો પરિવાર પછી શેરી ગામ એમ કરી ને જ આ બધા ને સુધારી શકાશે…

♥ ♥ ♥..કોલેજ માં..♥ ♥ ♥

હરખભેર એડમીશન લેવાય છે અહિ કોલેજ માં,

સ્કુલોના અધૂરા ગમ ભૂલાય છે અહિ કોલેજ માં,

દિલો ના દિલ થી મિલન થાય છે અહિ કોલેજ માં,

બકવાસ લેકચર બંક મરાય છે અહિ કોલેજ માં,

મોજમસ્તી ને જલસા થાય છે અહિ કોલેજ માં,

માંગેલી બાઈક થી વટ પડાય છે અહિ કોલેજ માં,

નીતનવી ફેશનો નું સર્જન થાય છે અહિ કોલેજ માં,

નાની વાતો માં મોટા ઝગડા થાય છે અહિ કોલેજ માં,

મિત્રો સાથે જપાજપી થાય છે અહિ કોલેજ માં,

કહે ‘લવલી’ જુઓ ને બધુ થાય છે અહિ કોલેજ માં,
છતા મારી જેવા સિંગલ રહી જાય છે અહિ કોલેજ માં…..

::હાર્દિક વસોયા::<લવલી>