જાગૃતિ અભિયાન સાપ્તાહિક માં મારો બીજો લેખ..કોલેજ ના એવા કલર ક્યારેક કેસુડો ને ક્યારેક કેસરિયો

Picture 086

Advertisements

નૈન જામ બહુ ટકરાવ્યા પ્રિયા,,,ચાલ હવે ઘૂંટડા ભરીયે…

[ગાર્ડન હજી ખુલ્યું જ હતું.જાહેર ગાર્ડન હોવા છતાં સોમવાર હોવાને કારણે ગાર્ડન સાવ ખાલી હતું, બસ હતા તો ત્યાં ના કામદારો અને ૩-૪ પ્રેમીપખીડાઓ.બધા અલગ અલગ ખૂણા માં બેઠા હતા.એમાંનું એક જોડું ખુબજ ગભરામણ અનુભવતું હતું (લગભગ પહેલી વખત આમ જાહેર માં મળ્યા હશે).બન્ને આ પહેલી મુલાકાત સાથે શરીર માં કંપારી અનુભવતા હતા,થોડો સમય આમજ ચાલ્યા પછી બન્ને એક બીજા ની નજીક આવી ને જીવન ના પ્રથમ આલિંગન નો અનુભવ કરે છે.અને એક મેક માં પુરા ભળી જઈ ને પોતાની લાગણીઓ નો સંગમ કરે છે..]

**********

               આપણા જીવન માં પહેલી વાર પ્રેમ નામ ની લાગણી હમેશા તરુણાવસ્થા માં જ થતી હોય છે એટલે કે ૧૫-૧૮ ના સમયગાળામાં.આ વખતે મોટાભાગે હમેશા આપણે પ્રેમ ની મોટા ભાગ ની રમત આંખો થી જ રમતા હોઈએ છીએ.આમ પણ નવા નવા પ્રેમીઓ એક બીજાની ૯૦% વાત આંખો ના ઈશારા માં જ સમજી જતા હોય છે એ મારો જાત અનુભવ છે.શરૂઆત ના આપણા પ્રેમ નું એક પ્લેટફોર્મ આપણે આંખો ને ગણી શકીએ.આંખો ના ઈશારા થી વાતો થાય,આંખો ના ઈશારા થી એક મેક ની લાગણી સમજી સકાય,આંખો ના ઈશારા થી પ્રેમી ના વિચારો જાણી શકાય.શરૂઆતમાં પ્રેમ માં શરમ શબ્દ મોટા ભાગે ઘર કરી ગઈ હોય છે માટે આવું ઘણું બધું ઈશારા માંજ સમજાય જાય છે.અને આંખો ની રમત થી જ આગળ ગાડી વધુ ચાલે છે.

            આંખો ની રમત રમતા રમતા જ તે દાવ ફરે છે અને આ ઈશારા નો પ્રેમ ધીમે ધીમે પેવેલિયન માં જવા લાગે છે.અને બીજા સ્ટેજ માં થોડું શારીરિક એટ્રેકશન થવા લાગે છે.બસ ત્યારે આંખો ના ઈશારાઓ ને આઉટ થવા નો વારો આવે છે.પછી એક મેક સાથે ઘૂંટડા ભરી ને જોડાવાનો સમય ઓટોમેટિક આવી જાય છે તે કઈ રીતે આવે છે તે બન્ને માંથી કોઈ ને ખબર રહેતી નથી.બસ જસ્ટ એવું થાય જ છે.આ બીજા સ્ટેજ ની શરૂઆત ૯૯% પુરુષો જ કરે છે.અને સામેના પાત્ર ને આ પ્રેમ રસ ના ઘૂંટડા ભરવા માટે મનાવે છે. એમ પણ બધી બાબતે પરિવર્તન તો જરૂરી જ છે, તો આ પ્રેમ માં પણ એક પગથીયા પછી બીજું પગથીયું ચડવું જરૂરી છે.ઉપર ના ગાર્ડન વાળા કિસ્સા માં પણ એવું જ છે એ પ્રેમીજોડું આંખોના ઈશારા ના જામ થી છલકાઈ ગયા હશે ને આ નવા આલિંગનના ઘૂંટડા ભરી એક મેક ની શારીરિક લાગણીઓ ને જોડે છે.અને બસ આ આંખો ની રમત નું પ્રેમરસ ના ઘૂંટડા ભરી પરિવર્તન કરે છે.

           અંતે ટૂંક માં ઇનશોર્ટ આંખો ની રમત રમતા પણ પ્રેમ માં પડી જવાય છે અને આ આંખો ની રમત રમતા રમતા ક્યારે આપણે ઘૂંટડા ભરવા લાગીયે એનો આપણને ખુદ ને પણ ખ્યાલ રહેતો નથી.

 

 

તરવરાટ:-        જેટલી પળ રોમાંચ ની મળી ખરેખર એટલુજ આપણું જીવન,બાકી બધું ટાઇમપાસ.-જે.વી.

                                       

♥ ♥ ♥..કોલેજ માં..♥ ♥ ♥

હરખભેર એડમીશન લેવાય છે અહિ કોલેજ માં,

સ્કુલોના અધૂરા ગમ ભૂલાય છે અહિ કોલેજ માં,

દિલો ના દિલ થી મિલન થાય છે અહિ કોલેજ માં,

બકવાસ લેકચર બંક મરાય છે અહિ કોલેજ માં,

મોજમસ્તી ને જલસા થાય છે અહિ કોલેજ માં,

માંગેલી બાઈક થી વટ પડાય છે અહિ કોલેજ માં,

નીતનવી ફેશનો નું સર્જન થાય છે અહિ કોલેજ માં,

નાની વાતો માં મોટા ઝગડા થાય છે અહિ કોલેજ માં,

મિત્રો સાથે જપાજપી થાય છે અહિ કોલેજ માં,

કહે ‘લવલી’ જુઓ ને બધુ થાય છે અહિ કોલેજ માં,
છતા મારી જેવા સિંગલ રહી જાય છે અહિ કોલેજ માં…..

::હાર્દિક વસોયા::<લવલી>

“કમ્પ્યુટશીન” કોમ્પ્યુટર મિકેનીકલ નો પ્રેમ..

ઓ પ્રિયા,
આજ તુ ચકાચ કોમ્પ્યુટર તારું,
ને હું ચકાચું મશીન મારું,

તારા કીબોર્ડ ની કી માં છું હું,
ને મારા મશીન ની મીકેનીઝમ માં છે તુ.

તારા સોફ્ટવેરનું પ્રોગ્રામિંગ છું હું,
ને મારા CNC ના બધા કોડ છે તુ,

તારા CPU નું પ્રોસેસર છું હું,
ને મારા ટર્બાઈન ની બ્લેડ છે તુ,

તારી JAVA અને C+ લેન્ગવેજ નો દુખાવો છુ હું,
ને મારા મશીન ના જોઈન્ટ નું દરેક ફેઇલર છે તુ,

કહે ‘લવલી’ છોડ ને હું-તુ,
“કમ્પ્યુટશીન”
જો ને કેવું સરસ નામ છે આપણા ‘પ્રેમ’ નું……

::હાર્દિક વસોયા:: <લવલી>

‘તમે’ પણ…..

“જાગેલી લાગણીઓ ને ફરી સુવડાવી ને તમે,
ધબકતા હૃદય ને ફરી ધીમું પાડ્યું ને તમે,
આનંદ ના ઉછાળા ને ફરી નીચે પડ્યો ને તમે,
પૂછે “લવલી” કહેતા તો જાવ ગુનો અમારો
કેમ માંડકરી જોડાયેલા સંબંધ ને તોડ્યો તમે???”

                                 ::હાર્દિક વસોયા:: <લવલી>

☀☀…લાડ લડાવતી ક્યારેક લમઘારતી આ લાઈન મારવાની લાલચા…☀☀

                          (ફોન પર બે કોલેજિયનો ની વાત ચીત)

નેહલ:એ રાહુલીયા તુ ક્યાં છો???ફટાફટ કોલેજ ના ગેટ પર આવ ગર્લ્સ નો છુટવા

             નો ટાઇમ થઈ ગયો.

રાહુલ:એ નેહલીયા થોડું વેહલુ કહેવાય ને તો સરખો તૈયાર થઈ ને આવત.પણ છોડ

          હવે તે સમય નથી હું પોહચુંજ છું..

  

આતો કોલેજીયન ની વાત થઈ પણ જાહેર જીવન માં પણ આપણે ઘણી જગ્યા પર આ વાત સંભાળતા હોઈએ છીએ.કોઈ જગ્યા પર છોકરીઓનું ટોળું જોવા મળે ત્યાં ૪-૫ તો આવા જોવા મળેજ તે.પણ મને તો આ વસ્તુ અનિવાર્ય લાગે છે.કોઈ છોકરી જોતા જ તે ગમી જાય,તો એની પાછળ પડી ને લાઈન મારવા તો દરેક વ્યક્તિ આકર્ષાય જ છે. ‘ફિલ્ડીંગ ભરવી’ ને ‘નળિયા ગણવા’ એ શબ્દો પર થી એ પણ જણાય કે આપણા વડીલો પણ આ કાર્ય માં સહભાગી હતા જ.

કોઈ આમ અચાનક જ સુડોળ શેપ અને સાઈઝ ધરાવતું બોલ્ડનેસ કે આપણને ગમતું બોલ્ડબ્યુટી હૃદય સુધી પોહચી જાય તો એને મેળવવા માટે જે નખરા કરવામાં આવે તેને લાઈન મારવી કહી શકાય.લાઈન મારવા માટે ભાઈ સવારે વહેલા ઉઠવા માંડે,રિક્ષામાં કે બાઈક પર જતો હોય તો ચાલી ને પણ જવા લાગે,ભરે ઉનાળે તડકા માં પણ ઉભો રહે,ઘણી વાર બાપા ના બગાડે વગેરે વગેરે લક્ષણો બતાવે.

લાઈન મારવા માં ઘણી મજા આવે છે એ મારો જાત અનુભવ છે પરંતુ ઘણી વાર તે ભયાનક પણ સાબિત થાય છે,કોઈ ભરાવદાર કયા ધરાવતી સામે લાઈન મરાય જાય તો એનાજ હાથ નો મેથી પાક ખાવાની તૈયારી માં રેવું પડે છે.વળી જો કોઈ રૂપનું અભિમાન રાખતી કડક મગજ વાળી મળી જાય તો ગાળો પણ ખાવી પડે છે.લાઈન મારવાથી દિલ અને આંખો બન્ને ને ટાઢક પોંચે છે એવું ઘણા નું માનવું છે,

અમુક વખતે કોઈ આગળ પાછળ થઈ વધારે સુડોળ હોય,કાયા ના શેપ ની તો વાત જ ના કરી શકાય,રૂપરંગ તો જોવા ના જ ના હોય તેવું મળી જાય અને તેની સામે લાઈન મારવા મળે એટલે તો ઘણા ના દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય.જો કોઈ એવી એક દિવસ જોવા મળે તો બીજે દિવસે ફરી જોવાની લાલચ તો થાય જ તે.એટલે ભાઈ બીજે દિવસે પણ એજ સ્થળ પર પોહચી જાય પરંતુ તે દિવસે કોઈ બીજી તેના જેવીજ મળી જાય પછી તો આ લાલચ જાગ્યા જ કરે ને રોજે ભાઈ ત્યાં પોહચી જાય….

અંતે ટુક માં ઇનશોર્ટ લાઈન મારવા ની મજા તો આવેજ છે પરંતુ ઘણી વાર એનું પરિણામ ભયંકર આવતું હોય છે,છતાં આપણ ને તેના પ્રત્યે લાલચ જાગે છે.એટલે કહી શકાય કે લાઈન મારવી અનિવાર્ય છે,ને જીવન જરૂરિયાત ની રેશનલ વસ્તુ છે…

ચાલો હવે આવી બોલ્ડ લાગણી ફરી ક્યારેક વહેડાવીશ અત્યારે મારે લાઈન મારવા જવા નો સમય થઈ ગયો છે.આવજો ને ગમી જાય ત્યાં લાઈન મારજો…

                                    ::હાર્દિક વસોયા::<લવલી> ૧૭/૦૧/૨૦૧૩